________________
: ૧૯ :
જેનેનું કર્તવ્ય
આથી અમે કોંગ્રેસ સરકારને એ ધર્મ, ન્યાય અને નીતિના સન્માર્ગે ટકી રહે તે આશીર્વાદ આપવા દ્વારા તે મુજબ કહી રહ્યા છીએ કે, ધર્માત્માઓની પવિત્ર ધાર્મિક લાગણુને દુભવવાનું કાર્ય સત્તાના આવેશમાં ન થઈ જાય તે માટે તેણે જાગતા રહેવું જોઈએ. તેપના ભડાકા આગળ પપૂછી કરે?—
આજે લાલબાગની ચાર દિવાલમાં બેસીને, તમારી સમક્ષ અમે જે કાંઈ કહી રહ્યા છીએ તે કેવલ તમને તમારી ફરજમાં જાગૃત કરવાના શુભ ઉદ્દેશથી જ. પરિણામ ગમે તે આ. કારણ કે આજે ચારે બાજુ ધર્મની વિરુદ્ધનું વાતાવરણ વધતું જાય છે. જે સત્તાના ચારે કોર ગુણગાન થતા હોય તે સત્તાની હામે જે કાંઈ બલવું પડે છે, તે ઈર્ષ્યા, તેજેષ કે અસુયાથી દોરવાઈને નહિં, પણ કેવલ રાજ્યસત્તાના અનુચિત હસ્તક્ષેપની હામે મર્યાદાપૂર્વક આપણે આ કહી રહ્યા છીએ. '
* બાકી વાત સાચી છે કે, આપણે જે કાંઈ બોલી રહ્યા છીએ, તે હવામાં ઊડી જાય તેવી સ્થિતિ છે. જ્યાં તોપના મોટામોટા ભડાકા ને ફડાકા ફૂટી રહ્યા હોય, નગારા જોરથી વાગી રહ્યા હોય ત્યાં આપણું આ તતૂડીને અવાજ શું કામ આપે ? છતાં શક્તિ હોય તો ધર્મને વિરોધ થઈ રહ્યો હોય કે ધાર્મિક સ્થાનેની સ્વતંત્રતા લૂંટાઈ રહી હોય એ વખતે આપણુથી મૌન કેમ રહેવાય? પરિણામ ગમે તે આવે તેની વિચારણા કર્યા વિના, શુભ ઉદ્દેશથી શક્ય પ્રયત્નો કરવા એ વિવેકી ધર્માત્માઓનું અવસરચિત કર્તવ્ય છે.
જેમ ઘરમાં કોઈ સ્નેહી-સ્વજનને અસાધ્ય વ્યાધિ લાગુ પડ્યો હોય, ડોકટરે ચિકિત્સા કરીને તેને અસાધ્ય તરીકે જણાવ્યું હોય, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com