________________
५४
હિમાલયના ધવલગિરિ નામના શિખરની ખીણમાં રહેલા દામોદર કુંડમાંથી નિકળે છે, જેને સમ ગંડકી પણ કહે છે. ગંડકી નદીના પ્રાચીન નામ નારાયણી, શાલિગ્રામ અને સદાનીરા છે, અને એની લંબાઈ ૧૯૨ માઈલ છે. એથી લચ્છઆડની પાસે આપની માનેલી ગંડકી નદી નથી પરંતુ બહુ આર નામની નદી છે જેની લંબાઈ આઠ-નવ માઈલ છે.
ત્રીજી વાત બસબુટ્ટી ગામને તેઓ વૈશાલી પાસેના બનિયાગામ સાથે સરખાવે છે પરંતુ બનિયા ગામ તે ગંડકી નદીની પશ્ચિમમાં હતું, જે બદલાઈ જવાથી એની પૂર્વમાં આવી ગયું છે આ પ્રવાહ કેવી રીતે બદલાઈ જાય છે, એનું વિવેચન અમે પહેલા કરી ચુક્યા છીએ. પછી લછુઆડની પાસે આ બનિયા ગ્રામ કેવી રીતે આવી શકે ? ચોથી વાત અમે એમ નથી કહેતા કે ક્ષત્રિયકુંડમાંથી વાસુકુંડ નિકળ્યું છે. પરન્તુ ક્ષત્રિયકુંડને સ્થાને વાસુકુંડ નામ પ્રચલિત થઈ ગયું છે નામમાં કેવી રીતે રૂપાન્તર થઈ જાય છે. તે માટે મેં મારી જ જન્મભૂમિનું ગામ જે પહેલાં હેમનગરના નામથી ઓળખાતું હતું સનખતરા નામમાં કેવી રીતે પરિવર્તન થઈ ગયું એનું દષ્ટાન્ત પહેલાં લખી આવ્યા છીએ. એટલે લેખકે લછુઆને વૈશાલી, બહુઆર નામની નદીને ગંડકી,વૈશ્યગ્રામને વાસુકુંડ, ક્ષત્રિયકુંડને વૈશ્યામને અને બસબુટ્ટીને બનિયાગ્રામ માનીને એક એવી જાળ ઉભી કરી કે તેઓ સ્વયં ફસાઈ ગયા અને ગોરખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com