________________
કોશલ દેશમાંથી વિદેહ દેશમાં આવ્યા હતા, એએના વંશ અને ગોત્ર પણ કમશઃ ઈક્વાકુ અને કાશ્યપ હતા.
૩-ભગવાન મહાવીર અદ્ધ–માગધી ભાષામાં ઉપદેશ આપતા હતા, તેથી તેઓ મગધ દેશના હતા. આ અનુમાન પણ યુક્તિસંગત નથી. લેખકમાં કેટલી યોગ્યતા કે બુદ્ધિમત્તા છે તે આવા અનુમાનેથી હેજે જણાઈ આવે છે
ઇલેખકની ધારણામાં “પાવાપુરી ક્ષત્રિયકુંડની ઘણી જ પાસે હતી. અને આમાં તેઓ કારણ એ બતાવે છે કે ભગવાનના નિર્વાણના સમાચાર એમના મોટાભાઈ નંદિવર્ધનને પાવાપુરીથી તરત જ મળ્યા હતા. પરંતુ વર્તમાન પાવાપુરી એ પણ સ્થાપના-તીર્થ જ છે, એ લેખકના ધ્યાનમાં નથી લાગતું. અસલી પાવાપુરીનું મૂલ સ્થાન ભૂલાઈ જવાથી લકાએ મગધદેશમાં આવેલી વર્તમાન પાવાપુરીને જ મૂલ પાવાપુરી માની લીધી છે, જે જમણું છે.
સર્વ સાધન સંપન્ન અને શક્તિશાળી રાજાઓની આગળ દર અને પાસેને તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. એટલે ભગવાન નના મોટાભાઈ નંદિવર્ધનને ભગવાનના નિર્વાણના જલદી સમાચાર મળી ગયા તેથી ક્ષત્રિયકુંડને પાવાપુરીની પાસે માનવું એ વાતમાં પણ કંઈ વજૂદ નથી. આ વાતને અમે આગળ વિસ્તારથી ચર્ચશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com