________________
પોતાનું કલ્યાણ કરી જાય છે. કોઈ પણ મજહબને બિલ્લો નહિ ધરાવનાર પણ નીતિ તથા પ્રામાણિકતાના માર્ગે પિતાનું કલ્યાણ કરી જ જાય.
મહાભારત કહે છે –
“માભઃ પ્રતિનિ વષ ન માત ”
અર્થાત પોતાને પ્રતિકૂલ, અપ્રિય હોય તે બીજાને ન કરવું. પિતાને દુઃખ અપ્રિય છે; કોઈ પોતાને ઇજા કરે, પિતાનું અપમાન કરે, પિતાની નિન્દા કરે તે પોતાને અપ્રિય છે. આમ દુઃખ, પીડન, નિન્દા, અન્યાય, અપમાન પોતાને અપ્રિય છે તેમ બીજાને પણ અપ્રિય છે. માટે બીજા તરફ એવું આચરણ ન કરવું. સાવ સાચું છે–
ભલું કરીશ, ભલું થશે બુરું કરીશ, બુરું થશે.
કોઈ પર દ્વેષ ન કર. કોઈની ક્ષુદ્ર વૃત્તિથી નિન્દા ન કર. કેાઈનું બુરું ન ચિંતવ. જેઓ તારા વિરોધી કે નિન્દક હોય તેમની તરફ પણ દુષ્ટ કે રુષ્ટ ન થા. જેમ પાગલ યા સન્નિપાત રેગથી ઘેરાયેલા માણસના લવારાને કોઈ ધ્યાનમાં લેતું નથી, તેમ તેવા અજ્ઞાની માણસો અજ્ઞાનરેગથી ઘેરાયેલા હે
19.
Shree Sudharmaswami Gyanbhandar-Unanay. Buratagyanbhandar.com