________________
૭)
મારવાડ મનહર દેશમાં, પાલી શહેર પ્રખ્યાત, નવલખા પ્રભુ પાર્શ્વ બીરાજે, ત્રણ ભૂવનના તાત. મુનિ ૧ સમીપ તેહની ગામ ખીમારૂ ગૃહસ્થ રહે ગુણવંત ધર્મદાસ અભિધાન જેહનું લક્ષ્મી સ્ત્રી શીલવંત. મુનિ ૨ દોગંધક દેવની માફકતે યુગ્મ સદા જ્યકાર, સુખ ભેગવતાં આ સંસારે, ઉભય નરને નાર. મુનિ૦૩ એક દિવસ લક્ષ્મીબાઈને, ઉત્તમ દેહદ હોય, પુષ્કળ પૈસા ખરચીને શુભ, દાન કરૂં હું સોય. મુનિ ૦૪ મોરથ મનના જાણી શેઠે, વદતા વાણી એમ, વાવરજે વિત બહોળે હાથે, રાખી હૃદયે પ્રેમ. મુનિ ! આજ્ઞા એવિ સ્વામિની મળતાં, શેઠાણી હરખાય, દાન દેતાં વિધવિધ પ્રકારે, ચિત્ત પ્રફુલીત થાય. મુનિ ૬ ગર્ભ પાલના પ્રીતે કરતાં પૂર્ણ માસ નવ હાય, ઓગણીશત ત્રણ શાલમાં સારા જન્મ મહોદય જય. મુનિ ૦૭
જ્યકારી જસ જન્મ થયો જબ, સહુને અતિ આનંદ જન્મ મહેસૂવ કરતાં રૂડે, સુખલાલ તે સુખકંદ. મુનિ ૮
ઢાળ બીજી. (આજ આનંદ મારે આજ દિવાળી–એ રાગ) આનંદ આનંદ, આનંદ, આજે, જન્મ મહોત્સવનાં ઝાઝાં વાજીંત્ર વાજે.
આનંદ એ આંકણી, ખીમારૂ ગામમાં, ખુશાલી ગણાયે,
મહાભાગ્યશાળીનો જન્મ જણાયે. આનંદ૦ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com