________________
કીમતી છે ” કારણકે દેશને સારૂ એક મનુષ્ય માટે તેનાથી દેશને જેટલે રાયદે થાય છે તેના કરતાં એક ખરેખરા વિધાનના હસ્તથી લખાયેલ, અને ઉત્તમ કવિથી રચાયેલ પુસ્તકથી અસંખ્ય ગુણ લાભ થાય છે, માટે પુસ્તકનો લખનાર, ઉત્તમ પુસ્તકને આલેખનાર, ઉત્તમ પુરૂષાના ચરિત્ર ગૂંથનાર પુરૂષ અનેક જીવોપર ઉપકાર કરી શકે છે, એથી જ અવિપરીત લખાણું અને રચના કરનાર મહોપકારી છે, એમાં જરા પણ અતિશયોકિત નથીજ.
માટે આ ચરિત્ર લખી લેખકે તથા કવિવરે, ખરેખર અનેક છે ભવ્યત્માઓ ઉપર ઉપકાર કર્યો છે, એમ કહેવું જરાય તથ્થથી દૂર નથી જ અતએ લેખક અને કવિ ધન્યવાદને પાત્ર છે, આવા કાર્યો આ લેખક અને કવિની માફક નિઃસ્પૃહપણે ઘણા લેખકો અને કવિઓ હાથમાં લેશે તે જગતનો તેજ ક્ષણે ઉદ્ધાર થાય તે નિઃસંશય છે, ત્યાં વિસ્તરણ. ૩૪ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
લી. અનુગાચાર્ય. (૫) શ્રી ખાન્તિવિજયજી ગણીશ્વર શિષ્ય મુનિ ક્ષમાવિજ્યજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com