________________
દોરી, ભાગવતી દીક્ષાનો માર્ગ ભરયુવાન વયે સ્વીકારી, આભો. નતિના ઉચ્ચ શિખરે પહોંચાડયું છે જે વાંચક પુસ્તક વાંચનથી જાણી શકશે એટલે અત્રે તસંબંધે કાંઈ પણ લખવું અનુચિત છે. આપણા એ ચરિત્ર નાયક ધર્મધુરંધર તીર્થોદ્ધારક પરોપકારી શાસન પ્રેમી પંન્યાસજી શ્રીમદ્ ઉમે વિજયજી ગણી મહારાજ છે.
આ જીવન ચરિત્રમાં દર્શાવેલ દરેક વસ્તુ લેખકે સુપ્રસિદ્ધ અનુગાચાર્ય ખાન્તિવિજયજી ગણી મહારાજ પાસેથી મેળવેલ છે જેમાં વળાવાલા શ્રીયુત દુર્લભજી વિ. ગુલાબચંદ મહેતાએ “શ્રીમદ્ વૃદ્ધિચંદ્રજી જીવન ચરિત્ર (રાસ) નામના પુસ્તકમાં આપેલ ચરિત્ર નાયકના સંક્ષિપ્ત જીવનની મોટી સહાય છે, વિવેચન અને ગુંથણી લેખકની સ્વતંત્ર કૃતિ છે. પંન્યાસજી ખાતિવિજયજી તથા શ્રીયુત દુર્લભજી મહેતા તરફથી મળેલ સહાય બદલ લેખક તેઓશ્રીને રૂણી છે.
લેખકના વિચારે અને લખાણ પુસ્તકાકારે જનતા સમક્ષ મુકવાને આ પ્રથમ જ પ્રસંગ છે મનુષ્ય જ અપૂર્ણતાથી ભરપૂર છે તે તેની કૃતિ સંપૂર્ણ હોય એ સંભવિત જ નથી આ પુસ્તકમાં પણ અનેક ખામીઓ હોય તે શકય છે. વાંચક મિત્ર લેખકને સંતવ્ય ભાવે નિહાળી પુસ્તકમાં રહેલ દોષ સૂચવશે તે લેખક સત્ય સ્વરૂપે સ્વીકારવામાં આનંદ પામશે.
એ છતાંય વાંચક મિત્રને વિજ્ઞતિ છે કે આ જીવન ચરિત્રમાંથી હંસ ચંચુન્યાયે સત્ય વસ્તુને સ્વીકારી લેખકનો પ્રયત્ન સફળ કરે એજ મહેચ્છા. લી. વાંચકોને વિનીત પોપટલાલ પુંજાભાઈ પરિખ, (લીંબડીકર ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com