________________
જન સાહિત્યમાં જે વસ્તુ છે તે અન્ય સમાજના સાહિત્યમાંથી મળવી દૃશ્કર છે જૈન સાહિત્યમાં સમરાદિત્ય કેવળી બીપાલ ચંદરાજવી કુમારપાળ, જયાનંદ કેવળી આદિ મહાપુરૂષોના ગદ્યાત્મક વા, પદ્યાત્મક જીવન ચરિત્રે મોજુદ છે અને એજ રીતે ધુરંધર પૂર્વાચાર્યોનાં જીવન ચરિત્રે પણ મેજુદ છે આથીજ જૈન સમાજે પિતાના સાહિત્યમાં પિતાના મહાપુરૂષોની સાચી કદર કરી છે તે વિષે બે મત છેજ નહિ.
અલબત્ત નવા સર્જાતા જૈન સાહિત્યમાં અર્વાચીન પ્રણાલીકાએ લખાયેલા મહાપુરૂષોના જીવન ચરિત્રો ઓછા પ્રમાણમાં છે. તે સાથે એ પણ કબુલ કરવું જોઈએ કે જૈન સાહિત્યમાં જેટલા રાસાએ અગર ચરિત્ર છે તેટલાજ મહાપુરૂષ જૈન સમાજમાં થયા છે એમ નથી. એવા કેટલાક મહાપુરૂષોના જીવન નથી પણ લખાયાં છતાં જૈન સાહિત્યમાં ચરિત્ર લેખનજ નથી એ આક્ષેપ તે ક્ષણભર પણ સ્વીકારી શકાય તેમ નથી.
એ સત્ય છે કે જૈન સમાજની છેલ્લા કેટલાક વર્ષોની સુસુપ્તિ દરમ્યાન જમાનાના જેસબંધ ધસારા સાથે આગળ વધી કેટલાક મહાપુરૂષો અને પૂર્વાચાર્યોના જીવન ચરિત્રો અર્વાચીન પ્રણાલીકાએ લખાવા જોઈએ એ નથી લખાયા અને એને મોટામાં મોટી ભૂલ જૈન સમાજે માની છે. સદ્ભાગ્યે એ ખામી સમજાતાં જૈન સાહિત્ય વાડીને વિકસીત કરવા યથાશકિત પ્રયત્નો થઈ રહ્યા છે. એના ફળ રૂપ વીસમી સદીના કેટલાક મહા પુરૂષોના જીવન ચરિત્રો જનતા સમક્ષ મુકાયા છે જેને સંગીન લાભ ભાવી સમાજ મેળવી શકશે.
છેલ્લા સૈકામાં થયેલા એવા એક મહાપુરૂષની આ જીવન કથા છે. આ ચરિત્ર નાયકે પિતાના જીવનને આદયના રાજ માર્ગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com