________________
આખ્યાનના લેખકનું નિવેદન.
સામાન્યત: એમ મનાય છે કે જગતમાં મહાપુરૂષોને જાહેર થવાની આકાંક્ષા નથી હોતી. ભલે તે માન્યતા સત્યથી વેગળી ન હોય પરંતુ કોઈપણ સમાજ દુષ્ટતાની એટલી હદે તે ન પહોંચી હોય કે પિતાના મહાપુરૂષને ન પીછાને, મહાપુરૂષની સાચી કદર ન કરે. જૈન સમાજતો એટલી હદે નથી જ પહોંચી એ તેના મહદ્ ભાગ્ય છે.
અનાદિકાળથી ચાલ્યા આવતા આ સંસાર ચક્રાવામાં પ્રત્યેક વ્યક્તિને જન્મ અને મરણના અનન્ત નિયમને શરણ થવુજ પડે છે. જેવા ખાલી હાથે જન્મ ધારણ કરે છે તેવાજ ખાલી હાથે આ જગત્ માંથી તે વિદાય પામે છે. પંચભૂતનું પુતળું પંચભૂતમાં મળી જાય છે તેવા જીવનમાં શું સાર્થકતા ?
એથી જ તેવી વ્યકિત મહાપુરૂષ નથી લેખાતી. તેમના નામ નિશાનો પણ સમાજમાં નથી રહેતાં. સેંકડે એકાદ એવી વ્યકિત હોય છે જેનું જીવન કોઈને કોઈ પ્રકારે મહત્વ પૂર્ણ હોય છે. તેવાએનું જ જીવન ધન્ય મનાય છે. અને એવી વ્યકિતઓમાં પણ સેંકડે એકાદ એવી વ્યકિત હોય છે જે મહાપુરૂષ લેખાય છે. તેવી વ્યકિત માનવભવની વેદી પર મહત્તાને વરે છે લાખો અને કરડે વર્ષ થવા છતાં તેવી વ્યકિતઓના સ્મરણો માનુષી સ્મરણપટ પરથી નથી ખસતાં. જગત્ તેવાઓને જ સ્મરે છે. વદે છે. પૂજે છે.
એવા મહાપુરૂષોની સાચી કદર જૈન સાહિત્યમાં નથી થઈ એમ કહેવું એ જૈન સમાજ પર પ્રહાર કરવા સમાન છે ઉલટું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com