________________
સાયર સરીખા ગંભીર હય, ગુ. દિનકર સમ દેદાર જોય, દેવ વડીલ જનને વિનય કરતા, ગુવ પૂજ્ય બુદ્ધિ હદયમાં ધરતા દો. ૩ થરા પાસે જે રાજપર ગામ, ગુ. ચતુર શેઠે કી વિસરામ, દો. પવિત્ર પત્ની પુંજીબાઈ નામ ગુ. કરે ઘરનાં ઉત્તમ કામ ૦ ૪ ઓગણીસે એકતાલીની સાલ. ગુ. માગશર માસમાં મંગળમાળ, શુકલ ચતુરદશી સેમવાર, ગુ. આ જન્મ પ્રભાતે જયકાર દે પ નામ રાખ્યું ચુનીલાલ સાર ગુ. બાળપણથી બહુ હુશીયાર, દ. વીજી બેનને શ્યામજી બ્રાત, ગુ. ત્રીજા ચુનીલાલભાઈ પ્રખ્યાત, દે. ૬ લલુભાઈ ને મેના બેન ધાર, ગુ. પાંચે જણ ધરે બહુ યાર, દો. દેખી માત પીતા હરખાય, ગુ. સુખલાલ સંપે સુખ થાય, દે૭
ઢાળ તેરમી. ( ચાલ સખી સિદ્ધાચળ જઈએ એ રાગ ) સંત સમાગમ સુખકારી, સંત જનની બલિહારી, સંત શેઠ ચતુરભાઈ વિચારે, થરાગામ વસવું ધારે, આવી રહ્યા સુખેથી ત્યારે.
સંત ૦ ૧. પુત્ર પુત્રીઓ પાંચે પ્યારા, વિદ્યાભૂષણથી શણગાર્યા હિતેચ્છુ મા બાપ તે ધાર્યા.
સંત ૨. સાલ ઓગણસાઠની સારી, પધાર્યા ગુરૂજી હિતકારી, ઉમેદવિજયજી બલીહારી.
સંત. ૩. ચતુરભાઇનું કુટુંબ ભાવે ઉપદેશ સાંભળવા આવે, ગુરૂ બહુ પ્રકારે સમજાવે.
સંત૦ ૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com