________________
અનંત સિદ્ધ થયા એ સ્થલે, પવિત્ર ભૂમિ ગણાયજી શુદ્ધભાવે આરાધતાં, કઠીણ કમ હણાયજી ક્ષણ ૨ . ઉમેદવિજય ગુરૂ રાજીયા, કીધે ઘણે ઉપકારજી દેશવિદેશમાં વિચરી બહુ બેધ્યા નરનારજી ક્ષણ૦ ૩ ભિન્નભિન્ન ઝગડા કઢાવતા, જીવ દયા પ્રતિ પાલજી ઉત્તમ કામે કરાવતા, દેશના દેઈ રસાલજી ક્ષણ૦ ૪ માગશર વદી ત્રીજ મધ્યાને, વિજય મુહૂર્તમાં જાણજી સુખ શાંતિ સમાધિ છતાં, પામ્યા ગુરૂ નિરવાણજી ક્ષણ૦ ૫ પંન્યાસ ગંભીર ચતુર ગણિ સુમતિ ધર્મ જશ જેયજી આદિ અર્ધશત મુનીવરા, સાધ્વી સાર્ધસત હેયક ક્ષણ ૬ પ્રચુર શ્રાવક શ્રાવિકા, હાજર હતા તે વાર ગુરૂ વિરહે ઘેલા થયા, નયણે નીર અપારજી ક્ષણ૦ ૭ શોક સમાવી શિબીકા જે, શણગારી બહુ રીત દહન ક્રિયા કરે ભલીપરે. મોટી ટોલી ધરી પ્રીતજી ક્ષણ૦ ૮ થરાસંધના આગેવાનો, યાત્રાર્થે આવ્યા જે હજી ગુરૂભકિત દૈયડે ધરી, મહેસવા માંડે બહુ નેહછ ક્ષણ૦ અઠાઈ મહોત્સવ આદરી, વિધવિધ પૂજા ભણાયજી સ્નેહે સ્વામીવલ કરી, રૂડી આંગી રચાયજી ક્ષણ૦ ૧૦ જ્ઞાનદાન દેનાર જે, કરે કામ ઉદ્ધાર ભેદભાવ રાખ્યા વિના, હિતચીને અપાર
ક્ષણ૦ ૧૧ મહાપુરૂષ એવા મહંત જે, વિસર્યા કેમ વિસરાયજી સુખલાલ સુરત સદા, સ્મરણ છે સુખદાયજી. ક્ષણ૦ ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com