________________
૭૭ ઢાળ નવમી
હરિગીત છંદ, પંડિત થઈ પરહિત સાધે, જીવિત જસ્સ સફલું કર્યું, ન્યાયનીતિ સમજાવીને, સવી, કોમનું કષ્ટજ હર્યું, સગવીસ ગુણે શોભતા, સાધુ સદા શાન્તિ ધરે, જીવન શરુ લાબેણ ગણુતા, પરમારથ કાર્યો કરે જાય ઉત્સાહ ઉરે રાખતા, જે ધર્મ ધ્યાને સ્થિર રહી, મેળ મેળવી શ્રાદ્ધપણામાં, શુભ કાર્ય કરે સડી, દક્ષ થઈ હિત વપર નિત્ય, પ્રેમથી પુરૂ કરે, વિશ્વમાં વિખ્યાત બનીને, પરભવે સદ્ગતિ વરે પર જન્મથી જાવજીવ સુધી, ઉંચ વૃત્તિ આદરે, યતિ ધર્મ આરાધિ અંતે, અમર ગતિએ સંચરે, જીનરાજની ભક્તિ સદા, ગુરૂસુશ્રવા ચિતે વસી, મમત માયા મહ ર પુમા, પાડો રાડ જતા ખસી જેવા હાથ પકડ્યો હોંસથી તે, “ જાને ભાગ્યશાળી ખરા, રાતદિન સત સમાગમથી, અનેક જન આ ભવ તર્યા, જગતમાં જશ કરતી જેની, જીવીત તેનું ધન્ય છે, તેવા ગુરૂના ભવ્ય જીવને, દુર્લભ દર્શન છે ૫૪ પંન્યાસજી ઉમેદવિજયના, શિષ્ય જ સારા થયા, નરેંદ્રવિજય સિદ્ધગિરિમાં, કાળકરી સુરગતિ ગયા, પ્રધાનવિજયજી કાંપમાં, પરલોક પામ્યા જાણીએ, અમૃતવિજયને થરાદ્રીમાં, કાળધર્મ વખાણીએ. પપપ ક્ષિાન્તિવિજયજી ક્ષમા ધારી, ચતુર શિષ્ય ચેથા લહે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com