SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ ટોડ રાજસ્થાન. સંકલ્પ કર્યો. થોડા સમયમાં પાંચ હઝાર ધનુર્ધર વીર બાળક ઉમેદસિંહની મદદમાં ઈશ્વરીસિંહના વિરૂધ્ધ ઉતયાં. વચનામના સ્થળે ઉમેદસિંહે અંબરસેના ઉપર હમલે કર્યો. ત્યાં તેણે તે સેનાને પરાસ્ત કરી. છેવટે બીલકુલ નિર્દયભાવે તેણે તેનો સંહાર કર્યો. અનેક કુશાવહ રજપુતે તે વીર બાળકથી હણાયા. બીજ સઘળા વાવટા વગેરે સામગ્રી મુકી યુદ્ધસ્થળથી પલાયન કરી ગયા. તેઓની સઘળી યુદ્ધ સામગ્રી વીર બાળક ઉમેદસિંહના હાથમાં પડી. એ પરાજ્યની વાત સાંભળી અંબરરાજ ઈશ્વરિસિંહે નારાયણદાસ નામના ક્ષત્રીય વીર સરદાર નીચે અઢાર હઝાર રજપુત સૈનીકને મોકલ્યા. પણ તેને કોઈ ઉદ્યમ સફળ થયે નહિ. વીરબાળક ઉમેદસિંહનું વીરચરિત સાંભળી ચારે તરફથી હાર રજપુતે તેના વાવટા નીચે એકઠા થવા લાગ્યા. તેણે પ્રતિજ્ઞા કરી જે પ્રાણ આપીને પણ પિતૃરાજ્યને ઉદ્ધાર કરે. તે પ્રતિજ્ઞા આજ પાળવાની હતી. બન્ને પક્ષનું સેનાદળ દવલાના નામના સ્થળે એકઠું થયું. યુદ્ધમાં પ્રવેશ કર્યો અગાઉ ઉમેદસિંહ શીતુન નગરની આશાપૂણ ભગવતીના મંદિરમાં પૂજા માટે પેઠે. તે શાણાગે ભગવતીના ચરણમાં પડે. તે સમયે બુંદીના મહેલો મરણમાં આવ્યા. બુંદીની પ્રાપ્તિ માટે તે મોટી ચિંતા કરવા લાગે. આશાપૂણ ભગવતી પાસે તેણે પ્રતિજ્ઞા કરી જે યુદ્ધથળે ય મેળવે નહિત યુદ્ધસ્થળે પ્રાણ હારવા. રણસ્થળને કંપિત કરી હારકુળના રણવાદ્ય વાગી ઉઠયા ચારે તરફથી હાર રજપુત ઉમેદસિંહના પીળા વાવટા નીચે એકઠા થયા. ઉમેદસિંહે પીળો વાવટે ન નમાવે એવી પ્રતિજ્ઞા લીધી. તેના સાહસવાળા સરદાર સામતે તેની પાસે આવી ઉભા. તે સઘળા ઉત્સાહિત સરદાર સિનીને લઈ હારવીર ઉમેદસિંહ, શત્રુ સામે થયે. તેણે જોયું જે શત્રુસેના મોટી તેપો સાથે સામે પડવા ઉભી છે. કાળસ્વરૂપ તેપની શ્રેણી જોઈ વીરબાળક ઉમેદ જરા પણ થડકે નહિ. તે બમણું ઉત્સાહ સાથે શત્રુ ઉપર પડયે. ભાલાના અગ્રભાગના વેધથી અને ખડગના મહારથી જર્જરિત થઈ શત્રસેના બે ભાગમાં જુદી પડી. તે ભાગે વિજયી ઉમેદસિંહની સેનાને માગ આયે. પહેલા યુદ્ધમાંઉમેદસિંહનેમામે લંકપૃથ્વીસિંહ અને મુરજદસિંહ મરણ પામ્યા. મુરજાદસિંહે ચક ફેંકી અંબરસેનાપતિ નારાયણ દાસનું મસ્તક છેદી દીધું હતું એટલામાં દુશ્મનની ગોળીથી તે રણસ્થળે મૃત્યુ પામ્યું. તે પણ ઉમેદસિંહ નિરૂત્સાહ થયે નહિ. પિતાની તલવાર ઊંચી કરીને શત્રુની સેના ઉપર જવા અગ્રસર થયે. જ્યપુરના ઘણું સની કે તેના ખડગના પ્રહારે રણથળે પડયા. પણ તેથી કાંઈ સુધર્યું નહિ, સર્વસંહારી તે પાણી પાસે સેંકડે હારવી મરણ પામ્યા, છેવટે શરણને સરદાર પ્રાગસિંહ રણસ્થળે પડશે. તેથી પણ વીરબાળક ઉમેદસિંહ જરાપણ ભયભિત થયે નહિ. વીરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy