SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ માસ્વાર્ડ પા તેઓ ભકતસિંહના વાવટા નીચે એકઠા થયા હતા. સીંધીયે જ્યારે જોધપુરમાં આ વી પડે. ત્યારે તે શઠેડ રાજ્યનું એનાદળ જોઈ ચમકિત થયે તેણે જોયું કે રાજ સ્થાનના પ્રધાન પ્રધાન સરદારે મારવાડના રક્ષણના અર્થે આવ્યા છે. સીંધીયાને દળ સાથે આવતા જોઈ ભક્તસિંહ પિતાના સૈન્ય સાથે તેના વિ રૂઢ ઉતયે યુદ્ધસ્થળના માટે આજ મીર રંગભૂમિ મુકરર થઈ. તે મુકરર કરેલ સ્થળ ઉપર આવી મહારાષ્ટ્રીય વીરના સંમુખીન થયાઅગાઉ ભકતસિંહે અંબરરાજ ઈશ્વરસિંહને એક પત્ર લખ્યો. “જે તમારી મરજી હોય તે અમારી સાથે મળી મહારદીય વરની સાથે લડે, નહિ તે જાહેર રીતે વીરતા પ્રકાશી અમારા વિરૂધે ઉતરે” ઈશ્વરસિંહ રામસિંહને શત્રુ થાય. તે જમાઈને પરિત્યાગ કરી શકે નહિ. પણ ભક્તસિંહના વિરૂધ્ધ ઉતરવાની તેની હીમ્મત નહોતી. તે ભક્તસિંહને ભય રાખતો હતો. હવે શું કરવું તેને તે નિશ્ચય કરી શકે નહિ. ઇશ્વરસિંહ વિષમ વિપદમાં પડે. તેને બન્ને તરફથી સંકટ નડ્યું. એકવાર તેણે વિચાર કરી લીધું જે “અદણમાં જે હોય તે થાઓ” પણ જમાઈને સહાય કરવી યુક્ત છે પિતૃઘાતી ભક્તસિંહને મારવાડના સિંહસને રહેવા દેવે તે યોગ્ય નથી. એવો વિચાર કરતા હતા તેવામાં ભકતસિંહના ભયંકર નયન તેણે મનથી જોયાં. ત્યારે તેણે વિચાર્યું શું! જમાઈના માટે ધનપ્રાણ હારી દેવા ! અંબરરાજ મેટા સંકટમાં પડશે. તે પોતાના રક્ષણ માટે ઉપાય શોધવા લાગે. તે ઇડરની રાજકુમારી સાથે પરણ્યા હતા. ઈડર તે સમયે અછતના એક પુત્ર આનંદસિંહના હાથમાં હતું. ઈશ્વરસિંહની મહિષી ભક્તસિંહની ભત્રીજી થાય. તે સમયે ઈશ્વરસિંહ તે રાઠોડ કમાણીની સલાહ લેવા ચાલે. તેણે કહ્યું મહિષિ ! ભકતસિંહ પાપીણ છે. ભક્તસિંહ પિતૃઘાતી છે, તે પિતૃઘાતી પાપણ ધપુરના સિંહાસને રહે તે મને અસહ્ય લાગે છે, પણ આ ક્ષણે શું બને. કયો પક્ષ અવલંબન કરૂં. તલવારની મદદે ભકતસિંહની વિરૂધે ઉતરાય એવી મને આશા નથી જે ભકતસિંહ યુદ્ધમાં પરાભવ પામે. પિતૃઘાતિને મદદ કરવાથી જગતને મુખ બતાવાય તેમ નથી. હવે ભક્તસિંહની હત્યા થાય તેજ સારૂં. પણ મહિષિ! તે તમારી મદદ શીવાય બને તેમ નથી. વિચારે? ભકતસિંહે તમારે કે ઉપકાર કર્યો છે. તેણે તે તમારા દાદાને વધ કર્યો છે. તેણે તમારા જમાઈને પદપૂત કર્યો છે. તેની હત્યા થાય અને તમારો જમાઈ વેધપુરના સિંહાસને બેસે તેમ કરે. ! સ્વામીની સલાહથી રાઠોડ રાજકુમારી, આજ પોતાના કાકાના પ્રાણ સંહાર કરવા સંમત થઈ, સ્ત્રી, સુકુમાર હસ્તે છરી લઈ ગુપ્ત ભાવે એક આશામીને સંહાર કરી શકે ખરી! હા કરી શકે પણ ઇશ્વસિંહની વનિતાએ તેમ કરી પિશા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy