SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ, ૪૭૭ - - - * -૧ .* * ** - - ઘેડા ઉપર સવાર થઈ શકતો નહિ. સિંહાસન ઉપર બેઠા પછી તેણે માત્ર તેર વર્ષ રાજ્ય કર્યું. તેના મૃત્યુ સંબંધે એક વિચિત્ર ગ૫ સાંભળવામાં આવે છે. મારવાડના સઘળા ભટ્ટ ગ્રંથેથી મળી આવે છે જે રાઠોડ રાજકુમારોને નીતિ શિક્ષા ઉત્તમ રીતે અપાતી અને તેઓ પોતપોતાના ચરિતને નૈતિક બળે ઉત્કૃષ્ટ કરી દેવામાં સત્તાવાળા થાતા. વિશ્વહત એ પારદશી શીક્ષકના નીચે તેઓને શિક્ષણ અપાતું હતું. રાજકુમારે, તે શિક્ષણમાં પારદર્શિતા મેળવતા હતા. બાલ્યકાળથી તેઓ ઇંદ્રિય સંયમ રાખવા શિખતા હતા. અને વિશ વર્ષ પછી સ્ત્રીનું મુખ જોતા. “સ્થળતનું ઉદયસિંહે નૈતિક શિક્ષણ મેળવ્યું છેકે નહિ તે બાબતમાં સંશય છે. તેની પચીશ રાણીઓ હતી. તે વાદ્ધક્યમાં ઇંદ્રિયને દાસ થઈ રહ્યા હતા. વૃદ્ધાવસ્થામાં પણ તેણે એક પવિત્ર હૃદય વિપ્ર કુમારી ઉપર કામકલુષિત નયન ફેંકયા હતાં. હાય! તે જ તેના સર્વ નાશનું કારણ “ યાત” નામના એક ભટ્ટ ગ્રંથથી માલુમ પડે છે જે ઉદયસિંહ એક વાર સમ્રાટની સભા થકી પોતાના રાજ્યમાં આવતું હતું એટલામાં રસ્તામાં ભીલાર નામના ગામમાં એક ખુબસૂરત સ્ત્રી તેણે જોઈ, સ્ત્રીની ખુબસૂરતી જોઈ ઉદયસિંહ કામબાણે પીડીત થયું. તેણે તે મને મેહની સ્ત્રીને પરિચય પુછયે. પ્રશ્નના ઉત્તરમાં તેના જાણવામાં આવ્યું જે તે સ્ત્રી એક બ્રાહ્મણની પુત્રી છે. બ્રાહ્મણ કાળિકાને ઉપાસક હતા. તે ઘેર તાંત્રિક હોઈમઘમાંસની સેવામાં વિશેષ આસક્ત હતે. તાંત્રિક મત પ્રમાણે પચમકાર વાપરી ઉપાસ્ય દેવતાની ઉપાસના કરતે હતે. વિપ્ર કુમારીનું ચરિત વિશુદ્ધ અને પવિત્ર હતું. કામવિમૂઢ રાઠોડ રાજે પોતાની અવસ્થા સામું જોયું નહિ. વિશાળ રાજ્યનો અધિશ્વર હોઈ તેણે તે વિપ્ર કુમારને બળપૂર્વક હરી લઈ જવા મનમાં વિચાર્યું. દુષ્ટમતિ રાજાને અભિસંધિ બ્રાહ્મણના કાને પડે. તેણે જાણ્યું છે, જે રક્ષક છે તેજ ભક્ષક થયે. જેના ઉપર દુર્બળ પ્રજાને આધાર છે તે જ પિતાના હાથે પ્રજાને વંસ કરવા તૈયાર છે. તે પિતાના વંશને અનંત કલાકમાંથી બચાવી દેવા, પોતાની પુત્રીને પિતાના હાથે હણવા તૈયાર થયું. તેણે એક મેટે હમ કુંડ છે ત્યારપછી દુહિતાને વધ કરી, તેના કટકા કરી તેની સાથે પોતાનું હૃદય માંસ મેળવી દીધું. એકદમ હોમ કુંડ સળગી ઉઠા. જથાબંધ ઈધણ અને ઘતની આહુતિઓ અપાયું. શન્મતવિ કાળિકાના ઉદેશે ભયંકર હેમ ક. ઉ થઈ તેણે રાજાને અભિશ્રેપ આયે, “તું હવે કદાપી શાંતિ ભેગવીશ નહિ.” આજ થકી ત્રણ વર્ષ ત્રણ દિવસ અને ત્રણ પ્રહર મળે મારી પ્રતિહિંસા પૂર્ણ થાશે અને થાશે” આ હું ચા એ અભિશ્રાપ યુક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy