SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ટૅડ રાજસ્થાન શ્લેકથી બનાવેલ છે. તેમાં ભક્તસિંહના પુત્ર વિજ્યસિંહના રાજ્ય સુધીને વૃત્તાંત સમાયેલ છે, ખ્યાત પણ એક સંપૂર્ણ ઐતિહાસિક ગ્રંથ છે. પણ મહાત્મા 2ડ સાહેબે તેને સંપૂર્ણ અંશ મેળ નથી. જે જે અંશમાં રાઠોડ રાજ ઉદયસિંહ, તેના પુત્ર ગજસિંહ અને તેના પિત્ર યશવંતસિંહના રાજ્યનું વૃત્તાંત - વર્ણવેલ છે તે, તે અંશ મહાત્માટૅડ સાહેબના હાથમાં આવ્યા છે. એ સઘળા અંશેને એકઠા કરી મહાત્મા ટોઠ સાહેબે મારવાડનું ઈતિવૃત રચ્યું છે. રાઠોડ રજપુતની ઉત્પતિનું વર્ણન આપણે મેવાડના પુરાતત્વમાં કહી ગયા. હવે તેઓને ધારાવાહિક ઇતિહાસ કહી આપવા આપણે પ્રવૃત છીએ. ઉત્તર પ્રદેશ થિત સુદર પારલીપુરથી ઉત્પાટિત થઈ રાઠોડ વંશવૃક્ષ શી રીતે સુરધુનીના દક્ષિણ સિકત તીરે ફરી પાયું તેનું સ્પષ્ટ વિવરણ કોઈ પણ થેથી મળી આવતું નથી. એમ માલુમ પડે છે જે, રાઠોડ રજપુત તે સમયે સારી પ્રતિષ્ઠા મેળવી શકયા નહતા. રાઠોડ વીર નયનપાળે સંવત્ પર૬ (ઈ. સ. ૪૭૦) માં કને જ રાજ્યને અધિકાર કર્યો. તે સમયથી રાઠોડ રજપુતે કામધ્વજના ઉપનામે ઓળખવવા લાગ્યા. નયનપાળ થકી પદારત નામને એક પુત્ર પેદા થયે. તે પદારતના જ પુત્રપુંજથી મધ્વજે ઉપનામવાળા તેર રાજવંશ પેદા થયા, તે તેર રાજવંશનું નીચે પ્રમાણે વર્ણન– ૧ લે-ધમ મુંબ, તેના વંશધરે દાનેશ્વર કામધ્વજના નામથી ઓળખાયા. ૨ જે-ભાનુદ. તેણે કાંગારા નામના સ્થળે અફગાન સાથે યુદ્ધ કર્યું અભયપુરની પ્રતિષ્ઠા તેણે કરી, તેથી કરી તેના વંશધરે અભયપુરી કામધ્વજ નામે પરિચિત થયા. ૩ જે–વીરચંદ્ર, અણહીલવાડ પાટણના અધિપતિ ચેહાણ હમીરની પુત્રી સાથે તેને વિવાહ થયે. વીરચંદ્રના વૈદ પુત્રો થયા. કાળક્રમે તે સઘળા સ્વદેશને ત્યાગ કરી દાક્ષિણાલય પ્રદેશમાં ઉપતિવિષ્ટ થયા. વીરચંદ્રના વંશધરે કુપલીય કામધ્વજના નામે પ્રસિદ્ધ થયા. ૪ -અમરવિજય, તેણે ગંગાકુળવતી કોરાગડ નગરના અધિપતિની પુત્રી સાથે વિવાહ કર્યો. તેના હૃદયમાં રાજ્યલિસા, પ્રચંડ વેગે બળવતી થઈ પડી, તે બળવતી હૃદયલિસાની પરીવૃદ્ધિ કરવા માટે દુદાંત અમરવિયે, સ્વસુર ગેત્રના, ૧૬૦૦૦ પ્રમારને સંહાર કર્યો અને તોરાગઢને અધિકાર કર્યો, તેના થકી કેરા કામધ્વજ નામની પ્રસિદ્ધિ થઈ. ૫ મે-સુજનવિનેદ, તેના સંતાને જેરા કામવૃજ નામે વિખ્યાત થયા. * યતિએ આપેલી વંશપત્રિકામાં તેનું નામ ભારત છે, પણ તે વાત જમાત્મક છે, શાથી કે અતિ પ્રચીન વિવરણમાં તે કેવળ પદારત નામે પ્રસિદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy