________________
- ૪૩૨
ટેડ રાજસ્થાન ણાઓ પિતાના વંશના આદિ પુરૂષને તે દિવસે જન્મ જાણી જુદી જુદી જાતના અનંદોત્સવમાં મગ્ન થાય છે. એ મંગળમય દિવસે, રાણે સામંત સરદાર સાથે ચુંગા નામના એક પવિત્ર સ્થાને જાય છે. તે સ્થાને ભવાનદિવાકરની તે પૂજા કરે છે. તે દિવસે જયપુરમાં સૂર્ય પૂજાને વિશેષ આડંબર લેવામાં આવે છે, કુશાવહ રાજા તે દિવસે સૂર્યમંદિરમાં પેસી, દિવાકરને સમાણ્વવાળ રથ મંદિરમાંથી બહાર લાવે છે.
શિવરાત્રી –માઘમાસની શેષવતિની ચતુર્દશી શિવરાત્રીના નામે ઓળખાય છે. દરેક હીંદુઓ તે દીવસને પવિત્ર ગણે છે. ઘોર પાપાચારી નિષાદ સુંદરસેન તે દિવસે પોતાના અજ્ઞાનવશે પણ શિવપૂજન કરી મુક્ત થઈ શિવલોકમાં ગયે. તે દિવસ હીંદુઓના પક્ષે અત્યંત પવિત્ર છે. રાણે ભારતવર્ષમાં “શિવને પ્રતિનિધિ એવા નામથી પ્રરિચિત છે. એટલે કે તે દિવસે તેને શિવ પુજાને આડંબર વિશેષ જોવામાં આવે છે. રજપુતે તે દિવસે, નિરંબુ ઉપવાસ કરે છે. સંસારિક કાર્યમાં દરેક શૈવ તે દીવસે લક્ષ આપતા નથી. તેઓ સઘળી રાત્રી જાગૃત રહી શિવપુજામાં નિહિત રહે છે.
આહેરીયા-આહેરીયા અથાત્ વાસંતિક મૃગયા વ્યાપારની સાથે મધુમય ફાલ્ગન માસ આ જગતમાં આવે છે. તેના પૂર્વ દિવસે એણે પોતાના સરદાર અને સહચરે સાથે હરીદવર્ણનું એક એક અંગરખુ પહેરી બહાર નીસરે છે. તેઓ જ્યોતિષે બતાવેલા શુભ લગ્નમાં વરાહના શીકારે બહાર નીસરે છે. એ મહાન મૃગયા વ્યાપારમાં રજપુતે પિતાના ભાગ્યની પરિક્ષા કરે છે. તે દિવસે જેનું લક્ષ વ્યર્થ જાય તેને શુભ ગ્રહ નથી એમ સિદ્ધ થાય છે. તે વર્ષ તેને મોટા કચ્છમાં જાય છે એમ નિશ્ચિત થાય છે. શીકારમાં વીંધવાનું પશુ દેવામાં આવે કે તેને સંહાર કરવા સઘળા પ્રાણ આપી ચેષ્ટા કરે છે. દરેકના હૃદયમાં જીગીષા વૃત્તિ પ્રચંડ વેગે જાગૃત થાય છે. ઉદયપુરના વિશાળ ઉપત્યકા ક્ષેત્રમાં અથવા વિશ્વ વનમાં ઘણું કરી મૃગકુળ વિશ્રામ કરે છે. મૃગાથી રજપુતો બહ કરી તેજ નિર્જન વનમાં પહોંચે છે. ત્યાં જઈ મોટા ચિત્કારે મૃગ વગેરેને દોડાવી તેનું અનુકરણ કરી તેને લક્ષ્યથી વીંધી નાખે છે.
ફાગોત્સવ–જેમ જેમ મધુમય ફાળુન માસ જાતે જાય છે. તેમ તેમ મેવાડી લોકોની આમેદ પ્રમોદની પિપાસા વધતી જાય છે. નગરવાસીઓ આનંદમાં ઉન્મત્ત થઈ ચારે દિશામાં ફાગ લઈ ખેલે છે. અબીલ, રંગ પિચકારી વિગેરેના ઉડવાથી રસ્તાઓ અને આંગણે રંગથી કઈ મિત થઈ જાય છે. કેના શરીર ઉપર શુદ્ધ એક પણ ધોળું વસ્ત્ર જોવામાં આવતું નથી. સઘળાઓ રંગે રંગાયેલા રહે છે. મસ્તકના વાળથી તે પગના નખ સુધીનું સઘળું અંગ અબીલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com