SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ ટડ રાજસ્થાન, ધુમાયમાન વિદ્વેષ અગ્નિ પ્રચંડવેગે સળગી ઉઠે. તેથી તેઓમાં અંતવિદ થયે. પિતાની અંત્યેકકિયા કરવા એક પૂત્ર ભણજી શિવાય સઘળા પુત્ર નદી તીરે ગયા. અષ્ટિક્રિયા કરીને સઘળા વનસરોર કિલ્લામાં આવવા લાગ્યા. રણજીએ પ્રથમથી કિલ્લાના દ્વાર બંધ રાખ્યાં હતાં. તેઓ કિલ્લામાં પેસી શક્યા નહિ. તેણે ભણજી વગેરેને વારંવાર બોલાવ્યા પણ ભણજીએ દ્વાર ખોલ્યાં નહિ. ભણુજીએ કિલ્લામાંથી જવાબ આ. “ તમે સહ બીજા સ્થળે આશ્રય શોધે આ સ્થળે તમને રહેવાનું સ્થાન નથી.” મારે ઘણાનાં પેટ ભરવાના છે, શતસિંહને બીજે પૂત્ર અચળ બહુ લોભ પાપે. તે નમ્ર વચને બોલ્યો. “ તમે એકવાર કીલ્લાના બારણાં ઉઘાડો ” અમે અમારા જી પુત્ર અસ્ત્રશસ્ત્ર વિગેરે લઈ બીજા સ્થળે જઈએ, તેથી કીલ્લાના બારણાં ખુલ્લાં થયાં અચળ પિતાના પંદર નાના ભાઈઓને લઈ અસશસ્ત્ર પરિવાર વેડા વગેરેને સંગે સઘળાના પરિવાર સહિત ઈડર રાજ્ય તરફ ચાલ્યું. અચળની સ્ત્રી ગર્ભવતી હતી. એટલે કે તેને લઈ મેટા સાવધપણથી જવાનું હતું. તેઓ પાલેડ નામના સ્થળની પાસે આવી પહોંચ્યા એટલામાં અચલની વનિતા પ્રસવવેદનાથી પીડા પામવા લાગી એટલે તે સઘળા ત્યાંથી આગળ વધી શક્યા નહિ. તેઓએ પાલેડના શનિગુરૂ સરદાર પાસે આશ્રય માગે. એવા સંકટમાં તે સરદારે તેઓને આશ્રય આપે નહિ. તે સ્થળે જાન્હવી દેવીનું એક ભગ્ન દેવાલય હતું. તેઓએ તે જીર્ણ મંદીરમાં આશ્રય લીધો. તેના એક ખુણામાં જઈ તેઓએ આસ્વજન પ્રસવા સ્ત્રીને સુવાડી. તે સમયે પ્રચંડ વેગે મુસલધાર વરસાદ પડવા લાગે. તે તોફાનમાં મંદીર કંપવા લાગ્યું. મંદીરની ભીતમાં રહેલે એક મેટો શીલાખંડ સ્મલિત થયે. તે જણવાની અવસ્થાવાળી સ્ત્રી ઉપર પડવાની તૈયારીમાં હતું. અખીલના નાના ભાઈ બલે પિતાના મસ્તક ઉપર તે ઉપાડી લીધે. તેના બીજા ભાઈઓ પાસેના વનમાં જઈ એક બાવળનું ઝાડ કાપીને લાગ્યા, તે બાવળનું લાકડું તે પડતા પથરની નીચે ટેકારૂપે મુકી દીધું. વિશ્વમાતા જાન્હવીના ભગ્ન મંદીરમાં તે ભયંકર દુગમાં શકતાવત વીર અખીલની પત્નીએ એક નવકુમારને પ્રસવ આયે. તે નવકુમારની આકૃતી જોઈ તે સઘળા જુદીજુદી આશા પિષણ કરવા લાગ્યા. અને સઘળાએ એકમત થઈ તેનું નામ “આશા” રાખ્યું. મહામાયા જહતનયાએ તેઓ ઉપર સંતુષ્ટ થઈ આશાપૂર્ણ કરવા માટે તેઓને દર્શન આપ્યાં. તેની મહેરબાનીથી નવપ્રસૂતી સ્ત્રીના શરીરમાં અધીક જેર આવ્યું. તેઓ સહુ ઈડરના તરફ ચાલ્યા. રેગ્ય સમયે સઘળા ઈડરમાં પહોંચી ગયાં. ત્યાંના શાસનકાએ તેઓને પરમાદરે આશ્રય આપે, તેઓના ભરણપોષણ માટે ઉપયુક્ત ભૂમિતિ તેણે આપી. ઈડરના શાસનકતા રાઠડ રાજના સરળ અને સુખાવહ વ્યવહારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy