________________
२७०
ટાડ રાજસ્થાન.
एकादश अध्याय.
અમરસિંહનું સિ’હાસનારેહુણ, વિષપ્રયાગ કરી રાજા માનસિહુની હત્યા કરવા જતાં સમ્રાટ અકબરનું મૃત્યુ, અમરસિંહૈ પિતાની પાસે જે પ્રતિજ્ઞા કરી હતી તે પાળવામાં તેને ઉપેક્ષા પ્રકાશ, સાલબ્રા ગુરસરદારનું આચરણ, અમરસિહે કરેલ રાજકીય સેનાદળના પરાજય, ચિતેડમાં સાગરજીને રાણા રૂપે અભિષેક, સાગરજીએ કરેલ અમરસિંહને ચિતાનું સમર્પણ-નવા નવા જય લાભ-ચઢાવત અને શક્તાવત રજપુતામાં પરસ્પરના ભયંકર સઘ. શક્તાવતની ઉત્પ તિનું વિવરણ–રાણાની વિરૂધ્ધે સમ્રાટ પુત્રના યુધ્ધાદ્યમ-રાણાએ કરેલ તેના પરાજય, મહેાબતખાને પરાજય-સુલતાન ખુશરૂએ કરેલ મેવાડ ઉપરના હુમલા. અમરતિ હનુ નૈરાશ્ય-ઈંગ્સ ડ થી દૈત્ય-પેાતાના પુત્રને અમરસિંહે કરેલુ રાજ્યાર્પણ, અમરસિંહનું વનવાસ વ્રતાવલ બન-અમરસિંહનુ પરલેક ગમન.
90992
જપુત કુળ તિલક વીર પુંગવ પ્રતાપસિંહના સત્તર પુત્રો હતા. તે સત્તર પુત્રામાં અમરિસંહ જેષ્ઠ પુત્ર હતે. તેથી કરી અમરસિંહ રાજયસિ’હાસનને પામ્યા. આઠ વર્ષની ઉમ્મરના કાળથી તે પિતા
પ્રતાપસિંહના પરલેાકવાસના કાળ સુધી અમરસિ ંહૈ, પિતાની પાસેજ પેાતાનો સમય કહાઢયા હતા. દુઃખમાં, કષ્ટમાં, વિપદમાં, સંકટમાં અને કઠોર પરિશ્રમમાં પિતાની પાસે રહી, પેાતાના પિતાની મહનીય કીતિનું અનુસરણુ કરવા, અમરસિંહ ચેષ્ટા કરતા હતા, તેની ચેષ્ટા સારી રીતે ફળવાળી થઈ. વીરશ્રેષ્ઠ પ્રતાપસિંહના વિદાહરણે અન્નપ્રાણિત થઈ અને તેના પવિત્ર મહામત્રે દીક્ષિત્ત થઇ રાજકુમાર અમરસિંહૈ, ચૈાવનના મધ્યાન્હ કાલમાં * મેવાડનું શાસન સૂત્ર પોતાના હસ્તમાં લીધું. તેણે સંકટમય સ ́સરસાગરના પ્રચંડ તરગમાં કુદકે
* સંવત ૧૬૫૩ (ઇ. સ. ૧૫૯૭ ) માં અમરસિંહ પિતરાજ્યે અભિષિક્ત થયેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com