SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ટાડ રાજસ્થાન. અને નિરૂત્સાહ થયા નહી. ત્યારે શું ચિતાની અધીષ્ઠાત્રી દેવીની દારૂણ શાણીત પિપાસા વધી ! પણ રાજખળી કયાંથી લાવવા ! સંગ્રામસીહના એક બાળક પુત્ર ઉદયસીહ રહ્યા હતા, તેને રાજમનીમાં આપવા તે તે ખાલક ! તે શીરીતે હસ્તમાં ખડગ લઈ રણસ્થળે ઉતરી શકે ! ત્યારે દેવીની આશા કેાણ પાળે ! કીલ્લામાં રહેલા સરદારામાં એ પ્રમાણે તર્ક વિતર્ક ચાલવા લાગ્યા. એટલામાં દેવળાધીરાજ વાઘજી તેઓના સમુર્ખ આવી ખેલ્યા “ બાપ્પારાએળનુ પવીત્ર લેાહી શું આ હૃદયમાં વહેતું નથી ” ત્યારે તમે રાજબળી માટે શા સારૂ વીચાર કરે છે ! હું આજ આત્માન્સ કરી દેવીની આજ્ઞા પાળવા તઈયાર છું. સઘળાની ચિંતા દૂર થઇ. જે સૂર્યમલ્લ ચીતાડના માટે વીરવર પૃથ્વીરાજ સાથે, ભીષણ પ્રતિદ્વંદ્વના ક્ષેત્રમાં ઉતાર્યાં હતા, તેના વંશધર એ વાઘજી હતા. એટલેકે તે શિશાદીયવંશના રજપુત હતા. વાઘજીએ ક્ષણીક રાજ્ય સમાન ભાગળ્યું, છત્ર ચામર વીગેરે તેના માથા ઉપર ક્ષણકાળના માટે શાલ્યાં. તેણે પીળાં કપડાં પહેયાં સઘળાના અંગ પર પીળાં કપડાં હતાં. ચર્મ કાળના, પીળા વસ્ત્રના પહેરવેશ પહેરી, સરદાર સામંત વીગેરેએ પરસ્પરને મળી છેવટની વિદાયગીરી લીધી. વાઘજીને સાથે રાખી; તેએ મહાનાદે વીરનાદ કરતા કરતા શત્રુના દળની સ`મુખે થવા. બાળક રાજકુમાર ઉદ્દયસીહને ખુંદીના અધીપતી સુવિશ્વસ્ત સૂરતાનના હાથમાં સોંપ્યા. તે દીવસે આપ્યારાએળે પહેરેલા મુગટ દેવળપતી વાઘજીના માથે મુકાયો. રાજળીનું ઉષ્ણશેાણીત દેવીના ખપ્પરમાં ભરાય છે એટલામાં જહરવત ઉદ્યાપનની તયારી થઈ. હવે સમય રહ્યો નહી. દુષ યવના આંકામાંથી કમે ક્રમે કીલ્લામાં આવવા લાગ્યા. હવે તેઓ ચીતાડપુરીમાં પેસશે એમ થયું, ચીતા તૈયાર કરવાના સમય રહ્યા નહી. જહરનુંવ્રતનુ ઉદ્યાપન જલ્દી કરી દેવા સરદારોએ એક ઉપાય ચૈયા, કીલ્લાની અંદર એક મેટા ખાડા ખોદી તેમાં દારૂ તે આગ્નેયદ્રવ્ય નાખી ભયંકર અગ્નિ કર્યા. પ્રચંડ શબ્દે ભયાવહ અગ્ની સળગી ઉઠયેા. જોતા જોતામાં રાજમહીષી કા વતી તેર હઝાર રજપુત સ્રીઓ સાથે કરૂણ શેાક સંગીતે, પ્રકૃતિને રાવરાવી અવલીલા ક્રમે, તે અનળમાં કુદી પડી, એ સઘળી રજપુત સ્રીઓએ કાયમના માટે આ જગત્માંથી વિદાયગીરી લીધી. તેએનું સામાન્ય ચિન્હ પણ રહ્યું નહિ. રૂપ ચૈાવન લાવગ ગારવ વીગેરે સળગી ભસ્મ થયું. કાંઈ બાકી રહ્યું નહિ. હવે સરદારે નિશ્ચિત થયા. હવે તેને કાઇના મુખ તરફ જોવાનુ રહ્યું નહિ, હવે તેઓને કોઇના માટે રાવાનું રહ્યું નહિ,જેના માટે હૃદય રાતુ હતુ, જેએ આત્મધનમાં ગણાતા હતા. જેએ સાભાગ્યની સામગ્રી હતી, તે પ્રીતીદાયિની આનંદમયી કન્યાએ, ભગીનીઓ અને પત્નીએ અગ્નિમાં પેશી ગઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy