________________
૧૩
રાણું સંગ્રામસિંહનું સિંહાસના પણ ઈ. ચલાવ્યું હતું. જે ઇદ્રપ્રસ્થ હીંદુરાજ ચકવર્તી પૃથ્વીરાજનું શ્રેષ્ઠ સ્થળ અને સાધન સ્થળ હતું. તે ઈદ્રિપ્રસ્થ ગજનીના, ઘેરીવંશના, ખીલજીવંશના અને દીવંશના યવનરાજાઓના પ્રચંડ પાટાઘાત સહ્ય કરી આવેલું છે. તે ઈંદ્રપ્રસ્થ આજના સમયે કાળ માહાતમ્ય છિન્નવિચ્છિન્ન છે. જેના છત્રતળે એક સમયે જે વિશાળ રાજ્ય વિરાજતું હતું. તે વિશાળ રાજ્ય આજ અસંખ્ય ખંડમાં વિભક્ત થઈ ગયું. તે સઘળા રાજ્યના અધિપતિઓ પ્રચંડ અને સમભાવે હીંદુદ્વેષી હતા. પણ તે અધિપતિઓમાં સ્વલ્પ માત્ર બળ અને પરાક્રમ નહતું. એટલે કે તે સમયે મેવાડના અધિપતિઓ તેઓને તૃણવત્ ગણતા હતા, તે સમયે દિલ્લી અને કાશીના વચ્ચેના પ્રદેશમાં ચાર સ્વતંત્ર રાજ્ય સ્થપાણ હતાં. આ ચારે પ્રદેશના આધીશ્વરે નામ માત્રના રાજા હતા. રાણે સંગ્રામસિંહ તેને રાજા કરી ગણતરીમાં લેતે નહિ, મેવાડ રાજ્યના વિગત વિપ્લવ કાળમાં માળવપતિ અને ગુર્જરપતિ એકઠા મળી બળવો કરી ચિતડ ઉપર આવ્યા હતા ખરા, પણ તેઓ મેવાડનું અમંગળ કરી શક્યા નહિ. વળી જ્યારે વરવર સંગ્રામસિંહ મેવાડના રાજપુત્રોને રણસ્થળે પરિચાલિત કરતો હતો, તે સમયે ગુર્જરાધિપતિ અને માળવાધિપતિ સંગ્રામસિંહના પ્રચંડ તેજની સંમુખે ઉભા રહી શકતા નહોતા. રાણે સંગ તે સમયે ભારતવર્ષને સાર્વભૌમ અધિપતિ હતો. મારવાડના અને અંબરના રાજાએ તેને પૂજોપચાર આપી. તેની કીતિમાં વધારે કરતા હતા. ગ્વાલીયરના, અજમીરના, શીકીના, રાઈસીનના, કાપીના, ચાંદેરીના, બુંદીના, ગાગણના, રામપુરના, અને આબુ વગેરેના “રાવ” ઉપાધિ ધારી રાજાઓ સામંત તરીકે રહી તેની પરિચય કરતા હતા. તે સમયે સંગ અતીવ પ્રતાપશાળી થઇ પડે. ઉંચા પદે રહેલા સામંત રાજાઓ નવ રાઉ અને રાવળ અને રાવત ઉપાધિધારી એક ચાર સરદારે પાંચસો રણ માતંગ લઈ આઠ હઝાર સ્વારે સાથે તેની મદદે યુદ્ધમાં ઉતરેલા હતા.
સંગના આફત કાળમાં જેઓએ સંગને આશ્રય આપે હતો તેઓને સંપદ કાળે સંગ વિસરી ગયો નહોતો. તેણે ઉપકાર ઉપર પ્રત્યુપકાર કરી મોટી કૃતજ્ઞતા બતાવી છે, તેણે શ્રીનગરના કરીમચાંદને અજમીરમાં ભૂમિવૃત્તિ આપી, તે કરીમચંદ્રને યમઘ્ર નામને એક પુત્ર હતા. ચાંદેરી નામને જનપદ હસ્તગત કરવામાં યમલે સંગને સારી સહાયતા આપી હતી તે બાબતના સંતેષમાં રાણા સંગે તેને “ રાવ ” એવી ઉપાધિ આપી.
વિષમ અંતવિપ્લવે રાજ્યમાં જે મેટી વિશૃંખલતા થઈ ગઈ હતી તે રાણ સંગ્રામસિંહે પિતાના શાસન કાળમાં દૂર કરી દીધી. તે માટે સાહસિક અને પૈવાળો રાજા હતા. એવું મુક્તક સ્વીકાર કરવું પડે છે.
- તે ચાર રાજ્ય દિલી, વિયાના, કલ્પી અને જુવાનપુર ૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com