________________
કુંભનું સિંહાસનારોપણ ઈ.
૧૭૭
પછી દિલ્લીશ્વરે તે બે ભાઈઓને સાથે લઈ મેવાડ ઉપર હલ્લે ક. હાલનું નાથદ્વાર તે સમયે શિયાહ નામે પ્રસિદ્ધ હતું. યવનરાજ, ને શિયાઈ ક્ષેત્રમાં પિતાની સેના રાખી યુદ્ધની પ્રતીક્ષા કરતો હતો. મેવાડના સરદાર સામંતોએ એકઠા થઈ રાણું રાયમલ્ટને પક્ષ લીધો. શાથી કે તેઓ જાણતા હતા જે રાણે રાયમલ્લેજ મેવાડને ખરે રાજા છે. તેઓ ટેળે ટેળે આવી રાણાના વાવટા નીચે એકઠા થયા, આબુ અને ગિરનારનાં બે રાજા તેની મદદે રણક્ષેત્રમાં ઉતર્યા, રાણે રાયમલ્લે મેટી સેના સાથે ઘાષા નામના સ્થળે ચવનેને સંમુખી ન થયે. થોડા સમયમાં એક ભયાવહ યુદ્ધ થયું. રાષ્ટ્રાપહાર ઉદેના બે પુત્ર પ્રચંડ વિકમે રાણુની સેનાને મથિન કરવા લાગ્યા. પણ તેઓ રાણાના ભીષણબળને પ્રતિરેધ કરી શકયા નહિ. છેવટ તેઓએ પરાસ્ત થઈ રાણાની વસ્થતા સ્વીકારી. રાણાએ તેના સઘળા અપરાધ ક્ષમા કરી. તેઓને આદરથી સ્વીકાયા એ યુદ્ધમાં દિલ્લીશ્વર એવો પરાજીત થઈ ગયે કે ફરીથી તે તેના જીવનમાં મેવાડની ત્રિસીમામાં આ નહિ.
રાણા રાયમલના ત્રણ ધુરંધર પુત્ર અને બે પુત્રી હતી. ગીરનારના અધિપતિ શુરજીએ અને શીરેઈના દેવરાજ જયમલે રાણાની તે બે કન્યાને વિવાહ કર્યો હતો. જયમલ્લ સાથે રાણાએ પિતાની દુહિતાને વિવાહ કર્યો કે તેણે તેને, વિવાહતુકમાં આબુ પર્વત આપે. તે પિતાના વીર ચરિત પૂર્વ રાજાઓનું ગૌરવ રાખવા સત્તાવાળે હતે. માલવરાજ ગયાસુદીન સાથે તેને ઘેર સંઘર્ષ થયે. તે સંઘર્ષ ઓલવવામાં અને રાજા અસંખ્ય યુદ્ધમાં ઉતરી પડયા. રાણાએ, એ સઘળા યુદ્ધમાં યવનરાજ ઉપર સંપૂર્ણ જય મેળવ્યા. તેના ભત્રીજા શિહેષમલ્લ અને સૂર્યમલ્લ તે જય મેળવવાના પ્રધાન કારણ અને સાધન હતા. ગયાસુદીનની સંપૂર્ણ હાર થઈ. તેણે રાણા સાથે સંધી કરવાનો પ્રસ્તાવ કયે. ઉદાર હૃદય રાણા જયમલ્લે, તેને પ્રસ્તાવ ગ્રાહ્ય રાખ્યો. ત્યાર પછી મેવાડેશ્વર નિષ્કટક રાજ કરવા લાગ્યા, શાથી કે તે સમયમાં ભારત વર્ષમાં એ કઈ રાજા નહાતો કે રાણાની સત્તાના વિરૂદ્ધ આચરણ કરે. આ સઘળી ઘટના પછી લોદી વંશના રાજાઓ દીલ્લીના સિંહાસને આવ્યા. મેવાડના ઉત્તર પ્રાંતમાં રહેલ પ્રદેશ માટે રાણાને, તેઓ સાથે તકરાર ચાલ્ય.
ઉપર આપણે કહી ગયા કે રાણા રાયમલને ત્રણ ધુરંધર પુત્ર હતા. તેઓના નામ સંગ, પૃથ્વીરાજ અને જયમલ્લ સંગ અને પૃથ્વીરાજ વિશેષ પ્રસિદ્ધ સંગ. વિરવર બાબરને પ્રતિયેગી હતો. પૃથ્વીરાજ તે સમયના ભારતવર્ષના રાજાઓમાં મહાવીર હતે. નાને જયમલ્લ પણ વીરત્વમાં તે બે ભાઈને સમકક્ષ હતો. તે ત્રણ મહાવીર ભાઈઓ સુભ્રાતૃભાવે સંબદ્ધ એક સંપે રહ્યા હત તે ભારતવર્ષનું ભાગ્યચક, મંગલતામાં અને શુભતામાં ફરી જાત. પણ ભાર૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com