SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ટાડ રાજસ્થાન. ઉંચામાં ઉંચા ગગનમાં ચઢી તે અકસ્માત રાહુગ્રસ્ત થઈ ગયા. મુકુલના નિદારૂણ અધઃપાત થયા. નાનીઉમ્મરમાં રાજોચિત ગુણગ્રામથી વિભૂષિત થઈ, તે શિશેાદીય વંશનું શાસન ચલાવવામાં પુરેપુરો શક્તિવાળા થયા ખરા પણ દૈવની અઘટિત ઘટનાથી તે સાભાગ્ય ઘણા દીવસ તે ભેગવી શકયેા નહિ. તે જે સમયે એટલે, ઇ. સ. ૧૩૯૮ માં ચિતાડના સિહાસને બેઠા તે સમયે સઘળા ભારતવર્ષમાં એક નવા યુગ પ્રવત્યે ભારતવર્ષના ઐતિહાસિક સ્રોત, એક જુદી દિશાએ ચાલવા લાગ્યું. વીર કેસરી, તૈમુર પોતાની વિજયી સેના લઈ એ સમયે ભારતવમાં આવી પહોંચ્યા. તેના કઠાર હુમલાથી દિલ્હીનું સિ ́હાસન ચૂર્ણવિચૂ થયું. ખરૂ પણ તેથી મેવાડને કાંઈ હાનિ કે લાભ ન થયા. તેથી મેવાડના ઇતિહાસમાં કાઈ વિશેષ વિવરણનીય ઘટના બની નહી. તે સંબંધે, ભટ્ટ ગ્રંથમાં એટલું માત્ર લખેલ છે જે દિલ્હીશ્વર પ્રીરોજશાહે ખરાખર તે સમયે મેવાડ ઉપર હુમલેા કરવાને ઉદ્યોગ કર્યો, પણ તેના ઉદ્યોગ સફળ થયા નહિ. વિશેષ વિવેચના કરી જોવામાં આવે તે સ્પષ્ટ માલુમ પડે છે જે ભટ્ટ લાકે જેને ફીરાજશાહ કહે છે વસ્તુતઃ તે તેના એક પાત્રક એટલે કે ભટ્ટ લેકે ભ્રમમાં પડયા છે. ભારતીય ઇતિ વૃત્તના પાઠ કરવાથી તે વિષયની સત્યતા સંબધે કાંઈ સ ંદેહ રહેતા નથી. વીરવર તૈમુરના ભયંકર હુમલા સહન ન કરી ફીરોજશાહને તે પાત્ર * દિલ્લી છોડી ગુજરાત તરફ ચાલ્યું. એટલે કે મેવાડમાં થઈ ગુજરાતમાં જતાં તેણે મેવાડ ઉપર હુમલા કર્યો હોય એ વાત સંભવિત છે. રાણા મુકુલ યવનને દુરભિસંધિ પ્રથમથી જાણુતા હતા. યવનના હુમલા નિષ્ફળ કરી દેવા તે યવનની સામે ચાલ્યા શાંતિ વિધાતક યવનની સ’મુખે તે રાયપુર નામના સ્થાને પેાતાના દળ ખળ સાથે ગયે. તે રાયપુર યુદ્ધક્ષેત્રમાં રાણા મુકુલે એટલી બધી વીરતા પ્રકાશ કરી તે જોઈ, યવનના સૈનિકા સ્તબ્ધ અને માહિત થયા; વળી તેએ ચારે દિશામાં પલાયન કરી ગયા. ભારતવર્ષ તૈમુરના હુમલાથી વાકીફ્ થઈ રાણા મુકુલે પોતાની સેના · અળવાળી કરી રાણા મુકુલે અનેક અટ્ટાલિકા અને સૈન્ય મનવાવ્યા. રાણા મુકુલના ત્રણ પુત્ર અને એક સુંદર પુત્રી હતી પુત્રીનું નામ લાલખાઈ હતું. ગાગરણના ખીચી વંશીય સરદારના હાથમાં તે ખુબસુરત પુત્રીને તેણે આપી હતી. ખીચીવંશી સરદારે તે રાજકન્યાને પરણતી વખ્ત રાણાને શપથ સૂત્રે બાંધ્યા હતા જે “હું આપની પાસે કોઇ રીતની પ્રાર્થના કરતા નથી, કેવળ એટલી પ્રતિજ્ઞા કરા જે અમારા રાજ્ય ઉપર જ્યારે શત્રુ હુમલા કરે, ત્યારે આપે અમને મદદ આપવી. ” રાણાએ તે વાત કબુલ કરી. ખીચી સરદારને પુત્ર ધીરાજ રાણા પાસે તેની કરેલી પ્રતીજ્ઞા સફળ કરાવવા આવ્યે માદેરીયાના પ્રદેશમાં થયેલા ખળવા સમાવવા રાણા તે સમયે તે પ્રદેશમાં ગયા હતા. ધીરાજ તે પ્રદેશમાં જઈ રાણાને "" * તેનું નામ મહમદ તઘલખ તે તઘલગ શીરાજશાહના પહેલા પુત્ર નાસરૂદીનના નાના પુત્ર. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy