SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર ટર્ડ રાજસ્થાન. ચંડની કઠોર પ્રતિજ્ઞા અને સંક૯૫, બીજી તરફ મારવાડેશ્વર રણમલનું ઘર અપ માન, તે અપમાન ક્રમે ક્રમે ટૂર્નીવાર્ય થઈ પડ્યું. શાથી કે તેના હઝારો મીઠ ઉપદેશથી રૂડાં નેહવાળાં વચનથી અનુરોધથી આજ્ઞાથી. ભયથી, ચડે, પિતાને સંક૯પ ફેરવ્યું નહિ. એટલેકે દ્રઢ પ્રતિજ્ઞાવાળા ચડે વિવાહની દરખ્યાસ્તમાં સંમતિ આપી નહિ ત્યારે રાણો, પુત્ર ઉપર અત્યંત કપાવિષ્ટ થયો. છેવટે રણમલનું અપમાન થાય તેવી તેણે પેજના કરી. આવેલું નારીયેલ પોતાના વિવાહ માટે રાણાએ સ્વીકાર્યું. જે પુત્ર ઉપર પિતે હૃદયને સ્નેહ રાખતો હતો. જે પુત્રને ચોવરાજ્ય અભિષિક્ત કરી સંસાર કાર્યમાંથી નિવૃત થવા તે ઉદ્યોગ કરતું હતું. તે પુત્રનાં એવા આચરણ! પુત્ર થઈ તેણે પિતાના સુખ દુઃખની ચિંતા કરી જ નહિ. પિતાના મુખ સામુ તેણે જોયું નહિ. ત્યારે હવે તે પુત્રથી શું ઉપકાર થાશે ! રાણે અતિશય રૂષ્ટ થયે, રેષ પરિતપ્ત હૃદયે, પુત્રનો તેણે પુષ્કળ તિરસ્કાર કર્યો તેજસ્વી ચંડ મુગો થઈ ઉ રહે, તેજસ્વી ચડે કાંઈ પણ બેલ્યા વિના પિતાના તિરસ્કાર સહન કયા તેણે એક પણ ઉતર આપે નહિ છેવટે રાણાએ ગંભિર સ્વરે કહ્યું-ડીક ! હુંજ તે રાજપુત્રીનું પાણિગ્રહણ કરું છું પણ તું નિશ્ચિત જણજે તે રાજપુત્રીના પેટે કઈ પુત્ર સંતાનને પ્રસવ થાય તો તારે ઉતરાધિકારી પણામાંથી વંચીત થવાનું છે. તું કસમ ખા તારો ઉતરાધિકારને હક ગયેએવા કઠેર વચનોથી તેજસ્વી ચંડના મસ્તકને એક વાળ પણ કંપિત થયે નહિ. તે અચળ ભાવે, અટળ ભાવે. સ્થિરભાવે ઉભો રહી અકપિત સવારે બેલ્યો. અરે બાપ ! હું ભગવાન એક લીંગદેવના નામે સપથ કરી કહું છું જે હું મારા ઉતરાધિકારીપણાને હકક રાજી ખુશીથી છોડી દઉં છું. ભવિતવ્યતાના ગુઢ લેખનું કોઈ ખંડન કરી શકતું નથી બારવર્ષની બાલિકા ને પચાશ વર્ષના પુરૂષના હાથમાં આપી એ વિચિત્ર વિવાહના યોગથી જે પુત્ર પિદા થયે તેનું નામ મુકુલજી, મુકુલની પાંચ વર્ષની ઉમ્મર થઈ ત્યારે રાણાએ સાંભળ્યું જે યવનેએ ગયા તીર્થ ઉપર હુમલો કર્યો અને તે દુરાચર નિષ્ફર લોકોના ગ્રાસથી પુણ્ય ભૂમિ ગયાને બચાવવા ભારતવર્ષના સઘળા ક્ષત્રિય રાજાઓ સેન સાથે જાય છે. ત્યારે રાણા લાશે એ કઠોર મનનું અવલંબન કરી પોતાની ઉત્તરાવસ્થાને પવિત્ર કરવાનો સંકલ્પ કર્યો. ભારતવર્ષના સઘળા આ રાજાઓને વિશ્વાસ હતો જે રાજશાસન દંડ ચલાવવામાં રાજાઓને બેહદ પાપ કરવો પડે છે અતિમ વચમાં રાજ્ય, ધન, વિષયવાસના વગેરેને ત્યાગ કરી વ્રત, અનુદાન, પરમાર્થચિંતા તીર્થગમન દાન વગેરે પુણ્ય કાર્ય કર્યા વિના તે સઘળા પાપ દૂર થાતાં નથી, એવા વિશ્વાસથી ભારતવર્ષીય રાજાઓ અસાધ્ય વ્યાપારે આદરતા હતા, પરમ ઈસલામધર્માવલંબી યવન તાતાએ, આયનરપતિના તેવાં અનુષ્ઠાન કરવામાં વ્યાઘાત આપે, સંક્ષેપમાં તેઓના ધાર્મિકક્ષેત્ર ઉપર હુમલાથી ભારતવર્ષીય રાજાઓએ રાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy