SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ટડ રાજસ્થાન. ત્યારે એક જોશીએ ગણના કરી કહ્યું જે ચીડના ક્ષેત્રપાળનો આક્રોશ આ યુમાર ઉપર પડેલ છે. આ સમયે તે આક્રોશ ખંડન કરવામાં નહિ આવે તો રાજપુત્રનું અમંગળ થશે. હમીરની વનીતાને તે શાપના બદલે વરદાન મળ્યું. તે આ સમયે ચીડમાં જઈ પ્રાણવલભની અભીષ્ટ સીદ્ધી માટે પ્રયત્ન કરવામાં તેને સુગ જે થઈ પડશે. તેણે દેવના આકાશ સંબંધને એક પત્ર માલદેવ ઊપર લખ્યો. તે પત્ર વાંચતાંજ માલદેવે, પિતાની પુત્રી અને દોહીત્રને લાવવા કેલવારામાં સશસ્ત્ર સેનીકે મોકલ્યા. તે સિનીક સાથે, હમીરની સ્ત્રી, પિતાના પુત્ર સાથે પિતૃભૂવનમાં આવી. તેણે ચીતડમાં આવી જોયું જે માલદેવ માદેરીયાના મીર દમન કરવા, સામંત સરદાર સાથે તે પ્રદેશમાં ગયે છે, જેથી હમીરના સિભાગ્યનું દ્વાર ખુલ્લું થયું. તે સમયે કુમાર ક્ષેત્રસીંહની જનની, જલધરની રૂડી સલાહથી ચીતડના બાકીના સામંતને વશ કર્યો. એ સમયે હમીર લશ્કર સાથે ચીતડ પાસે આવી પહોચ્યું. તેને બાગોર નામના સ્થળે ખબર મળ્યા, જે સઘળી ઊપયુક્ત તૈયારી થઈ ચુકી છે. એટલે કેઈ પણ જાતને વિલંબ ન કરતાં તે ચીડમાં આવી પહેર્યો. તેની ગતીને પ્રચંડ પ્રતિરોધ મળે. તે પ્રતિરોધ જે તે દુર ન નકરી શકત તે તેના જીવનની હાનિ થાત–તેને ઉદ્દેશ આકાશ પુષ્પવત નિરર્થક થાત. પણ એક માત્ર અસામાન્ય અશ્વસાયના બળે ખડગ હાથમાં લઈ સઘળી બાધા વિપતી તેડી પૂર્વજના આવાસમાં પિસવા પામ્યા. વીરવર હમિરે, ચિતોડને અધીકાર કર્યો તેને વશવતિ થઈ રહેવામાં નગરના લેકેએ કસમ લીધા. શત્રુનું દમન કરી માલદેવ ચિતડમાં આવ્યું. તેને વિલાસ, એકદમ નિરાશા અને નિરૂત્સાહમાં પરિણામ પામે. લોકેનીંઅને સામંત સરદારોની રહેણી કરણી જઈ, માલદેવના મનમાં વિષમ સંદેહ પેદા થયો. તે નગરમાં પેઠે કે તેને સઘળા સમાચાર મળ્યા. તેની આશા વિલુપ્તપ્રાય થઈ. ચિતોડના સરદાર સામંત વગેરેને હમિરે એવી રીતથી હસ્તગત કર્યા હતા કે જેથી માલદેવની આશા સફળ થવાની તિલમાત્ર સંભાવના રહી નહિ. ત્યારપછી તે નિરૂપાય હોઈ અલાઉદીનના ઉતરાધિકારી મહમદ ખીલજીની પાસે આ સઘળી હકીકત કહેવા દિલી ગયો. રાણી લક્ષ્મણસિંહની ભવિષદગણના આજ યથાથી અને સાચી નીવડી. ફેરતા ગ્રંથમાં આ યુદ્ધનો વૃત્તાંત નથી. એટલેકે તે મહમદ કાણુ! તેનું નિરૂપણ કરવું મુશ્કેલ છે. ભારતીય ઇતિહાસથી માલુમ પડે છે જે અલાઉદીન ખીલજીના પછી, ખીલજી વંશીય એક રાજા ગાદીએ બેઠો છે. તેનું નામ મુબારક છે. મુબારક અલ્લાઉદીનને ત્રીજો પુત્ર એ મુબારકના મૃત્યુ સાથે, દિલ્લીમાં ખીલજી વંશન પણ વસાને આવ્યો. ત્યારે તે મહમદ ખીલજી કોણ? ' પંડિતવર એલફીસ્ટને કહેલ છે જે અલ્લાઉદીનના મૃત્યુના પુર્વે (ઈ. સ. ૧૩૧૨) થોડા સમય ઉપર હમિરે ચિતોડને પુનરૂદ્ધાર કર્યો. ઈ. સ. ૧૩૧૬ની ૧૮મી ડીસેમ્બરે અલ્લાઉદીન પરલોકવાસી થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy