SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર ટાઢ રાજસ્થાન. શમાંથી રક્ષણ પામ્યા. હવે પરાણા, નિશ્ચિત અને નિશંક થઇ રણસ્થળે પ્રાણ છેડવા ઉત્સાહિત થયા. પ્રચંડ શબ્દ રણતુ વગડાવી, તેણે પોતાના સરદારોને પોતાની પાસે બાલાવ્યા. આજ તે સઘળા સરદારો ઉન્મત થયા, તેઓએ પાતાના દેહ ઊપર આસ્થા કે મમતા રાખી નહિ. દુદ્વાર ઉઘાડી, પેાતાના અધિપતિ સાથે તેઓ મોટા નિનાદે સગ્રામમાં ચાલ્યા. અસ`ખ્ય યવના તે રજપુતની ભય‘કર તલવારેાથી તૃણવત્ કપાઇ ગયા. સઘળું વૃથા ગયું. મહાસાગર સરખી યવન સેનામાં થોડી સંખ્યાવાળા રજપુતા ખુડખુડીયાની જેમ વિલીન થયા. ચિતાડપુરી આજ જીવ વિનાની થઈ. આજ ચિતાડ પુરી બિભત્સ શ્મશાનમાં પરિણામ પામી, તેની ચારે તરફ અસંખ્ય શમ દેહ જોવામાં આવ્યા. આજ તેનાં સઘળાં સ્થાન માંસ શાણિતના કાદવથી કલકત થયાં, એ હૃદય સ્ત ંભન સ્મશાનના ભય’કર દેખાવ સેાગણેા વધારી, યવન સૈનિકા, પિશાચના ટોળાની જેમ તે સ્થળે ચાલત્રા લાગ્યા. પિશાચતિ અલ્લાઉદીને તે જીવન શુન્ય ચિતાડ સ્મશાનનો કબજો કર્યો. ચિતાડનો કબજો કરી, તે પાતાની જીવનતાષિણી પદ્મિનીના અહી તહીં શોધ કરવા લાગ્યા અરે મૂર્ખ, હજી પણ ભ્રમ ! દુરાચારી હજી પણ પદ્મિનીની લાલચ છેડી શકયા નહિ ! પદ્મિની.કયાં રાક્ષસના ચિત્રને માહ કરનારી માનસરોવરની પ્રપુલ કમલિની, સતિ શિરામણ પદ્મિની કયાં ! નૃશંસના, પાપીના, નારકી પિશાચના, પીડનથી, તે સતી શિરોમણિ સુરસુંદરી આજ જગતને પરિત્યાગ કરી, ચિતાડને સ્મશાનમાં પરિણામ પમાડી આ પૃથ્વીના ત્યાગ કરી અમરધામમાં પહોંચી ગઇ. જે સુરંગમાં તે રજપુત સ્રીએ ખળી સુઇ છે તે સુરગ હાલમાં જોવામાં આવે છે. અને તેમાં હાલ પણ ધુમાડા નીકળતા જોવામાં આવે છે. ઈ. સ. ૧૩૦૩ માં એ પ્રમાણે અમરાવતી તુલ્ય ચિતાડપુરી અલ્લાઉદીનના ભીષણ પ્રહારે, અડધી ઉત્સન્ન દશાને પામી. તેણે ચિતાડપુરીના કખો કયે જાલેારવંશીય માલદેવ નામના એક સરદારના હાથમાં તે પુરીના શાસન ભાર તેણે સાંપ્યા. અલ્લાઉદ્દીન એક તેજસ્વી અને અકલમંદ માહેશ ખાદશાહ હતા. અભીષ્ટસિદ્ધિના અન્ય ઉપાય કપટ છે તે વાત પેાતે સારી રીતે જાણતા હતા. એ ઉપાય લેવામાં પોતે અત્યંત ચતુર હતો એથી કરીને તે જય મેળવવામાં ઘણું કરી સફળ મનોરથવાળા થાતા હતા. એ વિષયમાં તે હીંદુ વિદેષી ઔર ગજેબથી ઉતરે તેવો નહાતા. રાજ સિ’હાસન ઉપર બેઠા પછી અલ્લાઉદીન સીંકદરસેની અથવા બીજો અલેકઝાંડર * મહાત્મા તાડ સાહેબે એ ભયંકર સુરંગમાં પેસવા ઉદયેાગ કર્યો હતા પણ જુદી જુદી જાતના કાળસના ભયે અને પ્રાણુનાશક ષિત હવાના ત્રાસે તેણે તેમાં પેસવાના ઉદયાગ છેાડી દીધા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy