SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ટડ રાજસ્થાન. તે સમયથી ચહાણની સૌભાગ્યલક્ષ્મી કમેકમે વધતી જતી હતી. એ ભારતવર્ષનું સાર્વભોમ આધિપત્ય, તેના એકવંશધરના હાથમાં આવવાને સૂત્રપાઠ થ. જે સમયે દીલ્લીના સિંહાસન માટે મહારાજ અનંગપાળની સાથે કને જના રાઠોડ રજપુતેને ઘેર સંગ્રામ ચાલતું હતું. તે સમયે, સેમેશ્વર નામને એક ચેહાણ રાજા અજમેરની ગાદી ઉપર હતે. સોમેશ્વરે તે સંગ્રામકાલમાં મહારાજાધિરાજ અનંગપાળને વિશેષ મદદ આપી. તેથી દીલ્લીશ્વર અનંગપાળ તેના ઉપર અતિવતુષ્ટ થયો. તેણે પિતાની પુત્રીને સામેશ્વરને આપી, સોમેશ્વર સાથે જમાઈને સંબંધ બાંધે. એ પુત્રીના ગર્ભે વરવર પૃથ્વીરાજને જન્મ થયો. મહારાજ અનંગપાળે તે સમયની અગાઉ પોતાની એક પુત્રીને કનોજરાજ વિજયપાળને આપી હતી. વિજ્યપાળને એક પુત્ર સ્વદેશદ્રોહી જયચંદ્રપદા થયે. જયચંદ્ર અને પૃથ્વીરાજ અને દીલ્લીશ્વર અનંગપાળના દૈહિત્ર થાય. જયચંદ્ર પૃથ્વીરાજ કરતાં વડિલ હતું. બને દોહિત્રો, માતામહના સમાન સ્નેહવાળા અને પ્રીતિપાત્ર હતા. અનંગપાળ અપુત્રક હતા. તે નાના દોહિત્રના ઉપર વધારે સ્નેહ રાખતે હવે એટલેકે અંતિમ વયમાં અનંગપાળે પૃથ્વીરાજના હાથમાં, પિતાના વિશાળ સામ્રાજ્યનું સૂત્ર આપી દીધું. જયચંદ્ર મેટ દોહિત્ર હોઈ તે સામ્રાજ્ય મેળવવા આશા રાખતા હતા. પરંતુ તે આશામાં તે દરેક રીતે નીષ્ફળ નીવડયે માતામહનું સિંહાસન તેને મળશે એવી તેની જે વાસના હતી તે પૂર્ણ થઈ નહીં તે સમયે પૃથ્વીરાજની ઉમર આઠ વર્ષની હતી તે પણ વજેક્ટ દોહિત્ર જયચંદ્રને છે અનંગપાળે પિતાના સામ્રાજ્યનું સૂત્ર પૃથ્વીરાજના હાથમાં આપ્યું. માતામહ અનંગપાળ પાસેથી ભારતવર્ષનું સામ્રાજ્ય પૃથ્વીરાજ પામ્યું. એ અન્યાય અને પક્ષપાતપણું જ્યચંદના હૃદયમાં કટક રૂપે થઈ પડયા. દારૂણ વિશ્લેષાનળે અને ઈષાવન્તિએ તેનું હદય કાયમ બળવા લાગ્યું. તે વિષમ હદયઅરિન નિવારણકરવા માટે તેણે જે ઉપાય જ્યા, તે ઉપાયથી તેણે પોતાના જ ચરણ ઉપર કુઠારા ઘાત કર્યો અને સમગ્ર ભારત ભૂમિને સર્વ નાશ કર્યો. પૃથ્વીરાજ દિલ્હીના સિંહાસને બેઠો ત્યારે જયચંદ્ર પહેલા તે તેનું સાર્વજોમ સ્વિકાર્યું નહિ. અને સઘળી ભારત ભુમિમાં પોતે સમ્રાટ અને એકેશ્વર કહેવાય તેમ કરવાને ગઠવણ કરવા લાગે. મુંદરને પુરીહર વંશને રાજા અને અણહીલવાડ પાટણને અધિપતિ હાણ વં શના કાયમના શત્રુ હતા. આ ભયંકર અંતવિલવ કાળમાં તેઓએ જયચંદ્રને પક્ષ સ્વીકારી લીધે, અને પૃથ્વીરાજના વિરૂદ્ધ ઉતરવા તેઓએ જયચંદ્રને ઉકે. અગર જો કે પૃથ્વીરાજના જાણવામાં તે હકીકત આવી હતી. પણ તે પહેલાં અણહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy