SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ બાપાળ અને મધ્યવતી રાજાઓનાવન વૃત્તાંત. હ૩ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું, અને ત્યાં પોતાનું શાખાકુળ ઉભું કર્યું, તેના નામના અનુસારે તેના વંશધર અશીલ ગિઢડેટ નમે કહેવાણા. તેઓ કાળક્રમે એટલા બધા વધી ગયા કે મેગલ કુળ તિલક સમ્રાટ અકબરના શાસનકાળમાં પચાસ હજાર સૈનિકને સમરાંગણમાં સજજત કરી લાવવા સમર્થ થયા હતા. અપરાજીતના રાજ્યશાસન કાળમાં કોઈ જાતનો પ્રયજનીય બનાવ બન્યું નથી. અપરા છતના ખળભેજ અને નંદકુમાર નામના બે પુત્ર પેદા થયા. ઉત્તરાધિકારિત્વના ચિરંતન વિધિના અનુસારે જેષ્ઠ પુત્ર ખળભેજ પિસિંહાસને બેઠે. ઉપન્યક ભૂમિમાંથી એક શિલાલિપિ મહાત્મા ટેડ સાહેબના હાથમાં આવી છે. તે શિલાલિપિ માં જે સધળો વૃત્તાંત લખેલ છે. તે વાંચવાથી સ્પષ્ટ માલુમ પડે છે જે મહારાજ અપરાજીત એક પ્રબળ પરાક્રમી રાજા હતા. કનિષ્ઠ નંદકુમારે દારવંશીય રાજા ભીમસેનને સંહાર કરી દક્ષિણ રસ્તે આવેલું દેવગઢનું રાજ કબજે કર્યું મહારાજ ખળભેજના પરલોકવાસ ઉપર પ્રસિદ્ધ ખેમાન, ચિતડના સહસને બેઠો. મેવાડના ઈતિહાસમાં ખેમાનની વિશેષ પ્રતિષ્ઠા અને ખ્યાતિનું વિવરણ જોવામાં આવે છે. ખ્રિસ્તીય નવમા સૈકાના પ્રારંભકાળે ખેમાન ચિતેડના સૌહાસને બેઠે હતે. ખેમાન, જે રાજ્ય સિંહાસને બેઠે કે મુસલમાનોએ તેના રાજ્ય ઉપર હુમલો કર્યો, સ્વાધીનતાનું લીલા સ્થળ ચિતેપુર, મુસલમાનેથી આકાંત થયું તે જઈ તે કાળના ભારતવર્ષના ક્ષત્રિય રાજાએ સેનાદળ સાથે ચિતોડના રક્ષણે રણક્ષેત્રમાં આવ્યા, તેઓની મદદથી મહારાજ ખેમાને દુધે શત્રુ કુળના પ્રચંડવિક્રમને અદ્ભૂત વીરતાથી પ્રતિરોધ કર્યો, તેનું યથાર્થ વર્ણન માનરાસ કાવ્યમાં વર્ણવેલ છે. માન રાસકાવ્ય કવિની જીવંત વર્ણનના પ્રભાવે જેવી તેજસ્વી મૂર્તિ ધારણ કરેલ છે, તેવી જ તેજસ્વી મૂર્તિને આબેહુબ ચિતાર તે કાવ્ય ગ્રંથને પાઠ કરવાથી લબ્ધ થઈ શકે તેમ છે. એમ કહેવાય છે કે પ્રચંડ પરાક્રમવાળા ઑપ્ટેએ ચિતેપુરી ઉપર હુમલે કરી, ખેમાનરાજ પાસે કર માંગે. તે માગવાથી બેમાન રાજ પગથી માથા સુધી બળી ઉઠશે, તેના દરેક રૂવાડાંમાંથી અગ્નિ નીકળવા લાગે, દથિી, દંભથી, વિષમધૃણાથી મલેચ્છની તે અધમ માગણે અગ્રાહ્ય કરી તેણે પ્રચંડ નિષે રણશીગુ વગડાવ્યું, જેતજોતામાં ક્ષત્રીય વીર રાજાઓ રસજજામાં સજજીત થઈ ઘોર ઉત્સાહ સાથે શત્રુ વિરૂધ્ધ યુદ્ધક્ષેત્રે ઉતર્યો. વીરવર બાપારાએળને “ લાલ વિજય વાવટે” ઉંચે કરી ક્ષત્રિય સેના સ્વેચ્છની સાથે ઘરસંગ્રામમાં લડવા તૈયાર થઈ, દુરંત સ્વેચ્છાએ કુક્ષણે ચિતડ ઉપર હુમલો કર્યો હતું, અને તેથી તેને ઘણે ભાગ રણક્ષેત્રમાં માર્યા ગયે. કેટલેક ભાગ રણુંગણથી પલાયન કરી ગયે, પલાયન કરી ગયેલા સ્વેચ્છાને પલાયનથી વિસ્તાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy