SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮. ટેડ રાજસ્થાન, ઉપર અગ્નિકુળની સૃષ્ટિ થઈ છે. વળી ઇતિહાસ જોવાથી માલુમ પડે છે કે મહારાજ વીર વિક્રમાદિત્યથી ૧૨૫૫ વર્ષ ઉપર પેદા થયેલ છે. ત્યારે એવા લાંબા સમયમાં માત્ર એગણચાળીશ રાજાનું અસ્તિત્વ શી રીતે સંભવે ? ચાણકુળમાં અજેપાળ નામને એક પ્રતિષ્ઠાવાળે રાજા પેદા થયે છે તે પ્રસિદ્ધ અજમેર (અજમેર) ના કીલ્લાનો પ્રતિષ્ઠાતા છે. કેટલાક અનુમાન કરે છે કે એ અજમેરની પ્રતિષ્ઠાના પ્રાકાળે પ્રસિદ્ધ શંભર* નામના તળાવ ઉપર શંકર નામનું એક નગર, ચેહાણ રજપુતોએ સ્થાપ્યું હતું. તે શંભર નામના અનુસારે નગરના રાજાએ શંભરીરાજ નામે ઓળખાવા લાગ્યા. ચેહાણ રજપુતને ગારવ અને પ્રતાપ, તે સઘળા નગરોમાં અખંડીત ભાવે લાંબો કાળ વિરાજીત હતું. છેવટે જે દિન હીંદુરાજ ચકવર્તી મહારાજ પૃથ્વીરાજ માતામહના દીલ્લીના સીંહાસને બેઠે તે દિન રોહાણુકુળ એકવાર પ્રચંડ તેજે ઝળકી રહ્યું હતું, પણ તે ઝળકાટ, તેજ બુઝાઈ જતા દીવાના જેવું ક્ષણ સ્થાયી હતું. એટલે કે પૃથ્વીરાજના સંગે ચેહાણુનું ગૌરવ અને તે સઘળાં નગરોની જાહોજલાલિ વિનષ્ટ થયાં. પવિત્ર અગ્નિકુળે, ચોહાણ વીર રજપુતેના અકિક વીરત્વે, અને ગરવે, અમરતા મેળવી છે. જે સધળા ધુરંધર રાજાઓ ચેહાણુકુળમાં પેદા થયા છે તેમાં માણુકરાય મહારાજનું નામ સમરણીય છે. પંજાબ પ્રદેશમાં મુલસમાનના હુમલાને મહારાજ મણિકરાયે, મોટા જોરથી રેયા હતા. કેવળ પૃથ્વીરાજ અને માણિકરાયના પરાક્રમની વાત છોડી દઈએ તો પણ ચેહાણ કુળના બીજા વિર રાજાઓની વાતનું વિવરણ કરવાની આપણને ફરજ પડે છે. મુસલમાન ઈતિહાસ લેખક મુકતકંઠે સ્વીકાર કરી ગયા છે જે દુર્ઘર્ષ મુસલમાન વીર મહમદે, જ્યારે પ્રચંડ એનાદળની સાથે સારાષ્ટ્ર તરફ કુચ કરી, ત્યારે અજમેર નગરમાં એક પ્રતાપાન્વિત રાજાએઝ તેને, મોટા ભયાનક સંગ્રામમાં હરાવ્યું. તે ચેડાણ વીરના પ્રચંડ ખડગ બલના પ્રભાવે મહમદે વિજયની આશા છેડી દઈ રણસંગ્રામમાંથી પાછા ફર્યા હતા. હીજરીના પહેલા સૈકાના શેષભાગમાં વિખ્યાત સેનાપતિ કાશીમે મહારાજ માણિકરાય ઉપર હુમલો કર્યો, તે ભીષણ યુદ્ધમાં માણિકરાયના પ્રચંડ પ્રતાપથી રજપુતોની પ્રધાન આરાધ્ય દેવી ભાગવતી શાકંભરી માતાની એક પાષાણ પ્રતિમા શભરની હદના મધ્યભાગે સંસ્થાપિત છે તે શાકંભરી થકી તેનું નામ શંકર કહેવાયું છે. * તે રોહાણુ વીરનું નામ ધમાધિરાજ તે વિશાળ દેવને પિતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy