________________
રાજસ્થાનના છત્રીશ રાજકુળનુ' સક્ષિપ્ત વિવરણ,
૪૭
પેદા થઈ, બ્રાહ્મણેાએ તેને પરમાર એવું નામ આપ્યું. તે સ્મૃતિ વીર્ ચિન્હ યુક્ત અને યુદ્ધકળામાં પ્રવીણ જાણી બ્રહ્મણેાએ, તેને અસુરોની સામે લડવા મેકચે પ્રમારવીર, બીજા વીરાને સાથે રાખી, દૈત્યના સંગે સ'ગ્રામમાં પ્રવૃત્ત થયેા પણ તે, યુદ્ધમાં જય મેળવી શકયા નહિ.
ત્યારપછી વશિષ્ટદેવ, અદ્ધપદ્માસને ફરીવાર બેઠા અને અવિરામ મ`ત્રપાઠ કરી દેવને ખેલાવવા લાગ્યા. તેણે અગ્નિમાં જેમ આહુતિ આપી, તેમ તે પવિત્ર અગ્નિકુંડમાંથી એક વીરમૂર્તિ પેદા થઇ. તેનાં અવયવ લાંબા હતા, તેનું લલાટ વિશાળ હતું, તેને કેશરાશિ કાજળના જેવા કાળા હતા, તેની આંખે કાળી અને વિશાળ હતી, વળી તેનુ વક્ષ:સ્થળ વિશાળ હતું, તેની મૂર્તિ અતીવ ભયાનક હતી, તેના સઘળા અંગ ઉપર બખ્તર હતું, તેની પીઠ ઉપર ખાણથી ભરેલ મોટા ભાગ્યેા હતેા, તેના હાથમાં વિશ!ળ સરાસન અને તલવાર હતાં, તેના ચાર હાથમાં જુદી જુદી જાતનાં અસ્ત્રશસ્ત્ર હતાં, તે વીરપુરૂષને આ વીરતા ધરાવનાર વિપુલ બળશાળી જોઇ બ્રાહ્મણાએ તેનું નામ ચાહુ!ણુ રાખ્યું.
તે પ્રશ્નલ પરાક્રાંત ચૈાહાણુ વીર, વગર વિલંબે, રણસંગ્રામમાં ચાલયેા. જ્યારે તે રસ'ગ્રામમાં ચાલ્યે કે તુરતજ તપોધન વિશિષ્ટદેવે, ભગવતી આશાપૂર્ણી દેવીની પ્રાર્થના કરી તેથી કરી એકદમ, ત્રિશુળધારિણી શક્તિદેવી સીંહની પીઠ ઉપર બેઠેલી, તેએ સઘળાની સન્મુખે પ્રગટ થઇ અને ચાહાવીરની મદદે વિશ વીગેરેને રણસંગ્રામમાં મોકલી, આશાપૂર્ણા ભગવતી સ`ગ્રામમાં જ, ચેડાણ વીરને ઉત્સા દ્વિત કરી અંŕર્હુત થઇ ગઇ. બ્રહ્મણાએ તે ચાહાવીરને આનહલ નામે કહ્યા. વીરવર ચાહાણુ અથવા આનલ વિશેષ ઉત્સાહિત થઇ, પેાતાના સેનાદળ સાથે સગ્રામમાં અસુરની સામે થયે, બન્ને દલ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલ્યું, વૃત્ત હૈયે, આનહલનુ' પ્રચ'ડ પરાક્રમ સહ્ય કરી શક્યા ન ુિ જેથી છેવટે તેને અત્યંત પરાજય થયા; તેમાંથી કેટલાક અસુરે યુદ્ધક્ષેત્રમાંથી પલાયન કરી ગયા. કેટલાકે તે સ`ગ્રામમાં પ્રાણત્યાગ કરી, એ પ્રમાણે દુરાચારી દાનવેા પરાજય પામ્યા, અને બ્રાહ્મણેા નિર્ભય થઇ ગયા. તે મહાન બલિષ્ટ અને ક્ષત્રીકુળદીપક ચેહાણુકુળમાં વીરવર પૃથ્વીરાજે જન્મ લીધેા છે.
ચૈાહાણુકુળની તાલિકા જોવાથી માલુમ પડેછે જે વીરવર આનલથી તે મહારાજ પૃથ્વીરાજ સુધી ચડ્ડાણુકુળમાં એકંદર આગણુચાલીશ રાજાએ પેદા થયા છે. તે તાલિકા શુદ્ધ છે કે ન ૢિ તેના વિચાર કરવાનો કોઇ ઉપાય નથ પરંતુ વિશેષ અનુશીલન કરવાથી માલુમ પડેછે જે તે તાલિકા વિશુદ્ધ છે. કારણકે ભટ્ટ કવિ ગ્રંથમાં વર્ણવેલ છે કે મહારાજ વિક્રમાદિત્યના આવિર્ભાવ પહેલાં ઘણા વર્ષે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com