________________
રહે છે પણ તીર્થરૂપ નકા તે તે બેજે વધવાથી ભવસમુદ્રમાંજ બેસનારને બાળી દે છે. તીર્થ પુકારી પુકારી કહે છે કે બહારથી તમે ગમે તે પાપને બજે લઈને આવશે તે ખેંચી ભવપાર હું મૂકી શકું એટલું મારામાં સામર્થ્ય છે પણ મારા સ્થાનને પ્રાપ્ત થયા પછી તેવા બેજાની નવી વેરગત કરશો તે પછી મારું બળજેર નથી. વૈદ્ય, રેગીએ પોતાની મૂર્ખાઈથી અંગ ઉપર આણેલા દુઃસાધ્ય રોગને પણ ઉપચાર કરી શકે છે, પણ તેની ચિકિત્સા તળે આવ્યા પછી રેગી જે વિધિનિષેધની સમજણથી ઉલટી પ્રવૃત્તિ કરે, પચ્ચને સેવી વ્યાધિને પોષે કિવા વધારે તો તે અસાધ્ય બની જતાં વૈદ્યના હાથ હેઠા પડી જાય છે. પછી તેની ચિકિત્સાનું બળ ચાલી શકતું નથી, તેમજ યાત્રાળુઓ–ભવિએ ભવસમુદ્રથી તરી મુક્ત થવા તીર્થે આવ્યા. પછી જે કુપથને–પાપને સંગ કરે તે પછી તે તીર્થરૂપ નૌકા તેમને તારી શકવા અસમર્થ છે. ન્યાયાધીશે કરેલી ગુન્હાની શિક્ષાથી છૂટવા ઉપરી અદાલતમાં અપીલ લઈ શકાય છે અને ઉપરી અદાલતના ઠરાવ ઉપર ખૂદ રાજાધિરાજ પાસે અપીલ લઈ જઈ શકવાને અવકાશ છે, પણ રાજાધિરાજે બહાર પાડેલી શિક્ષાથી છૂટવા ક્યાંઈ પણ અપીલ કરવાને અવકાશ નથીજ. એ શિક્ષા વાલેપજ છે અને તે પછી ભેગવેજ છૂટકે છે. તેવી જ રીતે ઈતર સ્થાને કરેલા ગુન્હાઓ પાપની માફી તીર્થસ્થાન બક્ષે છે પણ તીર્થમાં આવી કરેલા ગુન્હાઓથી છૂટવા પછી અપીલ લઈ જવાનું ઠેકાણું નથી. એ તે અમલદારી ઠરાવ નથી પણ ખુદને રાજકીય ઠરાવ છે, એ વાપજ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com