________________
પાપવાની પ્રવૃત્તિને પિતાને સ્પર્શ થવા દેવાને સ્વલ્પ માત્ર પણ અવકાશ નહિ આપવો જોઈએ. તેમજ યાત્રાળુઓએ. કેઈ સુકૃતના મહદય રૂપ–પાપના પુંજ માત્રને પ્રજાળી મોક્ષના–કલ્યાણના માર્ગે જવાની સ્થીતિમાં આત્માને સ્થાપે એ તીર્થયાત્રાને આપણને પ્રસંગ-લાભ મળે છે, અહિં આપણે તરવા-ઉદ્ધરવા પાપને ધોવા ખાવા આવ્યા છીએ એવી ભાવના રાખી, લેશ પણ પાપવાળી પ્રવૃત્તિને આદર નહિ આપ જોઈએ.
જ્યાં જે મૂકવા આવ્યા ત્યાંથી જ તેનું ગ્રહણ થાય તે તે કેવી મહાન ભૂલ કહેવાય ? મલિન વસ્ત્રો જે પાણીથી નિર્મળ થાય તેજ પાણીથી જે વસે મલિન થતાં હોય તે કઈ પણ સમજુ માણસ તે પાણીમાં ધવાની ઇચ્છા રાખે ખરે કે ? તાત્પર્ય કે તીર્થવાસીઓની તેમજ યાત્રાળુઓની વૃત્તિ-પ્રવૃત્તિ પાપ રહિત રહે તોજ તે તીર્થ તેમને તારક છે અને તેઓ તેના અવલંબને તરવાને પણ લાયક છે. નીચેનું સુભાષિત એજ રહસ્ય એજ મર્મને ખુલ્લે કરે છે. તે સુભાષિત આવું છે કે –
अन्य क्षेत्रे कृतं पापं तीर्थक्षेत्रे विनश्यति॥ तीर्थक्षेत्रे कृतं पापं वज्रलेपः प्रजायते.॥
ભાવાર્ય–અન્ય સ્થાને કરવામાં આવેલું પાપ તીર્થક્ષેત્રમાં છેવાય છે પણ તીર્થક્ષેત્રમાં કરવામાં આવેલું પાપ વજાલેપ તુલ્ય અર્થાત્ દઢ તેમાંથી પછી ઉદ્ધાર ન થઈ શકે તેવું બને છે, તે સ્પષ્ટ છે. પૃથ્વી ઇત્યાદિ અન્ય રથાને આપણા પાપના ભારથી કલુષિત બનતા છતાં પણ આપણને તે તે પોતાના ઉપર ધારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com