________________
ઉક્ત સુભાષિત ને કે તીર્થવાસીઓ તેમજ યાત્રાળુએ ઉભયને લાગુ પડે છે પણ તીર્થવાસીઓને વિશેષ લાગુ પડતું હાય એમ દેખાય છે, તેનુ કારણ સ્થિરવાસીઓને પતિતપાવન તીર્થક્ષેત્રના કાંઠે આપણે બેઠા છીએ, તેથી આપણા સદા ઉદ્ધારજ છે, આવી ભૂલ ભરેલી માન્યતાને લીધે સસદ્ પ્રવૃત્તિના વિવેક તરફ કેટલી કવાર દુર્લક્ષ રહે છે. એ દેખીતુંજ છે કે ર કને લક્ષ્મિની કિંમત હોય છે. સ્વલ્પ માત્ર મળવાથી પણ તેને તે જીવની માફક પ્રાણધન તુલ્ય સમજી જાળવે છે, પિનકાને-મૂડીવાળાઓને તેની એટલી બધી દરકાર રહેતી નથી. સ્થિરવાસીઓ મૂડીવાળા ધનિકાને સ્થાને છે. યાત્રાળુઓ રકને સ્થાને છે. જેટલા દરજ્જે
સ્થીરવાસીએ તે સંબંધે નફરતાવાળા બેદરકાર રહેવાને લાયક છે તેટલા દરજ્જે યાત્રાળુઓ તેવી ભૂલ કરવાને પાત્ર હાય તેમ કલ્પી શકાતું નથી. યાત્રાળુ યાત્રાના સ્થાનમાં આવી તીર્થમાં પગ મૂકી બનતાં સુધી ગમે તેવા પાપી તે હાય તાપણુ વિશુદ્ધ મનેાવૃત્તિવાળા રહેવા ઉદ્યમ સેવે છે. અનતાં પર્યંત તે પાપને મનમાં સ્થાન લેવાના અવકાશ આપતા નથી. સ્થીરવાસીઓમાં ડગલે ડગલે તેવું સ્ખલન થતુ અનુભવાય છે. આમ થવાનુ કારણ અમૂલ્ય પણ સમીપે રહેલી વસ્તુની કિંમત નહિ સમજાવાપણું અને દૂર કષ્ટે કિવા પ્રયત્ને સાધ્ય વસ્તુના ઉપયેગમાં મતિ જનમનની સ્વાભાવિક રીતે રહે છે એજ સમજાય છે. આતિપત્તિયાવા ” એ સૂત્ર ઉપયાગની સમજણુ રહિતાને માટે છે, કારણ તેમની બુદ્ધિ માત્ર નવલમાંજ આદર અને ઉપયોગની ઢષ્ટિવાળી રહે છે. તેવાઓની કાંઈ સ્થાયી શ્રદ્ધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
66