________________
૩
કર્યું? એ જ્ઞાનની મહત્તા વર્ણવવામાં ભલભલા જ્ઞાનીએ પણુ અસમ નિવડે છે. જેમ જેમ સમય વ્યતીત થવા માંડયે. તેમ તેમ એ આરાના ભાવા પ્રકાશમાં આવવા લાગ્યા. અને પ્રભુજીએ કહ્યું હતુ તે પ્રમાણે શાસ્ત્રાના વચનોને ઉત્થાપનારા ઉત્પન્ન થયા અને પોતાની મહત્તા વધારવા શાસ્ત્રાના આડાઅવળા અર્થો કરી ટાકામાં પેાતાની મહત્તા દ્રઢ કરી.
પ્રિય વાંચક ! તને થશે કે આમાં તે શું કહેવાનું હોય ? પણ ભાઈ જરા અધીરા થઈશ નહિ. આ જગતના ખુણામાં એવા પણ મનુષ્યા છે કે જેને ધર્મ શું છે તેની પણ સમજ નથી. હવે તને વધારે અધીરા બનાવવાની મારી બીલકુલ ઈચ્છા નથી. સ્થાનકવાસી
શ્રી વીર પ્રભુએ દર્શાવેલ ધર્મમાં લેાકા નામના એક લહીયાએ સ. ૧૫૧૮ માં પોતાના મત ફેલાવી સ્થાનકવાસી પથ સ્થાપ્યા. એમાં લવજી નામના એક સાધુ સ. ૧૭૦૯ માં થયા. એમણે મૂર્તિ પૂજાના નિષેધ કર્યાં અને મુહપત્તી બાંધવી શરૂ કરી. શાસ્ત્રામાં જ્યાં જ્યાં મૂર્તિપૂજાના અધિકાર આવે ત્યાં ત્યાં મનાકલ્પિત અર્થ કરી મૂર્તિપૂજાનેા નિષેધ કર્યાં, પાછળથી એ મતમાંથી તેરાપથી મત નિકન્યા જેની આપણે સમીક્ષા કરવા બેઠા છીએ.
પ્રિય વાંચક! આ સમીક્ષામાંથી સત્ય શું છે તે તુ જરૂર શોધવા પ્રયત્ન કરશે. તારી બુદ્ધિ તને ખા માર્ગ અતાવી સાચાજ માર્ગે દોરવશે. લેખકના આશય સત્ય વસ્તુને પ્રકાશમાં લાવી સાચું જ્ઞાન મળે એજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com