________________
પ્રકરણ રજુ
તેરાપથી મતની ઉત્પત્તિ વિક્રમ સંવત ૧૮૦૮ માં સ્થાનકવાસી પૂજય રૂઘનાથ મલજી પોતાના શિષ્યો સાથે મારવાડની ભૂમિમાં વિચરતા હતા. તે વખતે ત્યાં જત બગડી ની પાસે કંટાલીયા નામના ગામના રહિશ ભિખુજી નામના એશવાલે દિક્ષા લીધી.
ત્યાર બાદ એક વખત એમના ગુરૂ મેડતા ગામમાં ચોમાસું રહયા. એમણે ભિખુજીને ત્યાં ભગવતિસૂત્ર વંચાવવા માંડ્યું. ભિખુજીની વિચાર શકિત અવળી હતી જેથી ઘણી ખરી બાબતે એમને વિપરિત લાગવા માંડી. આ બધું ત્યાંના શ્રાવક સામતમલ ધારીવાલ સમજી ગયા. તેમણે શ્રી રૂઘનાથ મલજીને વિનંતી કરી કહયું કે “પુજય શ્રી ! આપ ભગવતી સૂત્ર વંચાવી રહયા છે પણ એ તે ...: પાન મુગલા ના વેવાઈ વિષવર્ધનમ્ એવું થાય છે. જયારે અત્યારથી આવું વાતાવરણ થાય છે તે ભવિષ્યમાં એ ઉસૂત્ર પરૂપણ કરશે. માટે આપ આપનાથી બનતા પ્રયાસે એમને સત્ય માર્ગે લાવવા પ્રયત્ન કરે તે સારૂં. શ્રી રૂઘનાથજીએ કહ્યું કે, “હે શ્રાવક! શ્રી વીર પ્રભુએ ગશાળાને બચાવ્યું હતું. અને જમાલને ભણાવ્યું હતું. છતાં તે બને નિર્ગુણ થયા હતા. તે પછી એ નિવડે તે તે એના ભાગ્યની વાત છે. આપણે તે માર્ગ બતાવીએ પછી તેને અવળે
કરે તે એના દુર્ભાગ્યની વાત છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com