________________
(૧૩) દક્ષિણ ધ્રૂસમાં રેશમની ફેકટરીઓમાં રેશમને તેમજ
અત્તર વગેરેને હાથ લગાડવા દેવામાં આવતું નથી. કારણું
કે સુવાસ તેમજ કુમાશ બગડી જાય છે. . (૧૪) જર્મનીમાં એવી માન્યતા છે દારૂના ગડાઉનમાં એવી
સ્ત્રીઓ દાખલ થાય તે દારૂ ખાટે થઈ જાય છે.
જ્યારે વિદેશી ધર્મોએ પણ આવી રીતે માન્યું છે અને પડછાયા માત્રથી ફેરફાર થઈ જાય છે તે પછી હિંદ જેવા પવિત્ર દેશમાં ને તેમાં વળી જન જેવા ધર્મમાં રહી કેમ ન મનાય? આમ છતાં તેરાપંથી સમાજ આવી માન્યતામાં ઢગ સમજે છે તે શું તે યોગ્ય છે?
એ સમયમાં આ પંથી સમાજ માનનારાને ઢગી સમજે છે. માસિક ધર્મવાળી સ્ત્રીઓ છૂટથી દરેક કામકાજ કરી શકે છે. આવી આવી જગત વિરોધી માન્યતાઓનું જૈન ધર્મમાં રહેલો આત્મા પાલન કરે તે કેમ સહન થઈ શકે ? જે મૂગે મહેડે બેસી રહીએ તે જગતના ચક્ષુમાં ધર્મની અવગણના થાય તેથીજ આખા જગતને સાચા ધર્મની જાણ થાય એ હેતુથી જ આ સમા લોચના લખી છે. તે જરૂર આશા છે કે દરેક પિતાની બુદ્ધિને ઉપયોગ કરી સાચે માર્ગ ગ્રહણ કરશે અને મનુષ્ય ધર્મ સાર્થક કરશે.
આ પ્રથમ પુસ્તક ગુર્જર સાહિત્યમાં મૂકતાં આનંદ થાય છે. છતાં હું ભાષાને નિષ્ણાત ન હોવાથી જે કંઈ દેષ રહેવા પામ્યા છે તો તે વાંચક વર્ગ સુધારી વાંચશે.
આ પુસ્તક છપાવવામાં સુરત જન દાનેશ્વરીઓ તરફથી આર્થિક સહાય મળી છે તે તે બદલ તેમને ઉપકાર માનું છું. પરમાત્મા સિને સદ્દબુદ્ધિ અર્પે.! જુહુ વિદુના સુરત, તા ૧-૩-૭
લેખક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com