________________
૫૦
અનુકુળતા હશે તે વધુ જણાવીશ. છતાં જે તમારી જિજ્ઞાસા થાય તે “તેરાપંથી નાટક” “તેરાપંથી હિતશિક્ષા વિગેરે વાંચી સંતોષ માનજે.
મારી અભ્યર્થના. હે તેરાપંથી બધુઓ! તમે જરૂર આમાંથી તમારી ભૂલ હોય તે સુધારવા પ્રયત્ન કરશે અને જે જે પેટી માન્યતા છે તે દૂર કરી સાચા માર્ગનું અવલંબન લેશે એવી મારી નમ્ર પ્રાર્થના છે.
પ્રિય પાઠક ! તને વિચારસાગરમાં છેડી તારી બુદ્ધિ પર આ વાંચનના સારને છું. તું તારી બુદ્ધિના બળથી સાચા માર્ગને અનુસરજે અને તેમાં તેને જરૂર પરમાત્મા સહાય કરશેજ આમાં જે કંઈ લખ્યું છે તે મેં મારી બુદ્ધિથી ઉપજાવી કાઢયું નથી પરંતુ કેટલાક વિદ્વાનેની પાસેથી જાણીને તેમજ કેટલાક ગ્રંથો જોઈને જ તેમાંથી આ ટુંક સમાલોચના બહાર પાડી છે. સમય હશે તે બીજી આવૃતિમાં કંઈક વિસ્તાર સહિત જણાવવા પ્રયત્ન કરીશ. મારાથી જે કંઈ પણ ઉસૂત્ર લખાયું હોય અથવા કેઈને ઉદેશીને કંઈ અગ્ય કહેવાયું હોય તે હું સંઘ સમક્ષ મન, વચન અને કાયાથી મિથ્યા દુષ્કૃતમ્ આપું છું. પરમાત્મા સેને સદબુદ્ધિ આપે ! એજ અભ્યર્થના સુમમ મરંતુ
» શનિ!
શાન્તિ:
શાન્તિ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com