________________
(૧૧) તમારા સાધુ સ્ત્રીઓને રાત્રે પણ ઉપદેશ આપે છે એ કયા સૂત્રના આધારે
(૧૨) લોચ કર્યા પછી મૂત્રથી માથું દેવું તે કયા શાસ્ત્ર પ્રમાણે? ' (૧૩) તમારા સંપ્રદાયના સાધુઓ રાત્રે ઉપદેશ આપે છે જેમાં સ્ત્રીઓ પણ હોય છે. તે તેનું પરિણામ શું આવે? શું આ રીતિ શાસ્ત્ર પ્રમાણે છે?
(૧૪) સરદાર શહેરના રહીશ શ્રીચંદજી ગયાના ઘેરથી એક સામટી સેંકડે જલેબી વહેરવી તે કયા શાસ્ત્ર પ્રમાણે
(૧૫) તમારા સાધુ સાધ્વીઓ ભિખુજીના “ગુરૂ તરીકે કેને માને છે?
(૧૬) જે તમે મૂર્તિને ન માને તે પછી સ્વર્ગ નર્કના ચિત્રે તમારા સાધુઓ રાખે છે તે શું કહેવાય?
(૧૭) જે તમે મંદિરને નથી માનતા તે પછી કાલુરામજી વગેરેના ચેતર બનાવી માનતા માને છે તે કયા શાસ્ત્ર પ્રમાણે? (જયપુરમાં શેઠ ગુલાબચંદજી લુણુયાના બાગમાં પૂજ્ય જિંતમલજીની છત્રી છે.)
(૧૮) તમે તિર્થકરોની માળા ન જપતાં ફકત “ભિ-ભા -રા-જિ-મ-મા-ડાકાતુની માળા ભજે છે તે કયા સૂત્રના આધારે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com