________________
૩૧
''
મળશે કે “જીવને મચાવનાર–પ્રાણરક્ષક” ત્યારે આ મતવાળા ક્યા ધમને માનનાર કહેવાય ? મારા ધારવા પ્રમાણે આ જગતના કોઈ પણ ધર્મ એ મતવાળાની માન્યતા સાથે મળતા થાય કે કેમ એ પ્રશ્ન છે. એમણે તા નવાજ ધર્મ સ્થાપવા જોઈએ. એએ જૈન ધર્માંથી તનજ વિરૂદ્ધ છે તે એમને જૈન કહેવડાવવાના શો હકક છે તે પુછવાના જૈન સમાજને પૂર્ણ હકક છે. જો જૈન સમાજ આ નિભાવી લે તે જરૂર જૈન સમાજ જગતમાં અધર્મી મનાવાના, કારણ કે એમના ઉપદેશ પ્રમાણે જૈના “પ્રાણરક્ષક” નથી પણ “પ્રાણભક્ષક” ગણાય. જો જૈન સમાજે પેાતાની મહત્તા ટકાવી રાખવી હાય અને જૈના સાચા જીવદયાના રક્ષક છે એ હંમેશ માટે ટકાવવુ હાય તો જરૂરજ આ પથવાળાને માટે ચેાગ્ય પગલાં લેવા જરૂરી છે. જો જૈન સમાજ આજે આંખ મીચામણાં કરશે તે તે આખા ધર્મોને કલંકરૂપ નિવડવા સંભવ છે. જો એમની સાથે ખરા સ્માર્ટ ન કરીએ તે જૈન તરીકેના બધા હકકામાં તેઓ ભાગ લેશે અનેતેનુ બદનામ સાચા જૈનાને પણ વહેારવું પડશે. પ્રિય વાંચક ! તારી બુદ્ધિ સતેજ કર અને સાચા માનુ અનુશરણુ સંભાળ ! જરૂર તને તારા માર્ગોમાં પરમાત્મા સહાય કરશેજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com