________________
હે ! પ્રભુ! જગતનું થઈ રહ્યું, તે શ્રી શેતમસ્વામિને કહેલ વચન કેમ મિથ્યા થાય? હે પ્રભુ! પાંચમા આરાએ પિતાને પુર્ણ ભાવ શરૂ કર્યો! અહીં ઉપરની ઢાલમાં લેખક ભિખુજીને તિર્થકરેની સાથે સરખાવે છે, અહીં શ્રી આદિનાથ ભગવાનની સાથે અધર્મને પ્રચાર કરનાર અને શાના વચનને ઉત્થાપનાર ભિખુજીની સરખામણી કરી છે. શું એ ગ્ય છે? કયાં શ્રી આદેશ્વર ભગવાન? અને કયાં આ કલિકાલને મનુષ્ય ભિખુજી? શું ગષભદેવ ભગવાનની તુલનામાં મનુષ્યને અને તે પણ અધર્મને પ્રચાર કરનારને સરખાવવામાં લેખકની કલમ ન અટકી? જરૂર કલમ પણ અટકી તે હશે પણ બળજબરી વાપરી કલમને આગળ ધપાવી હશે. આ એક ચક્રવતી, સાર્વભૌમ સત્તાધીશ રાજાની સાથે એક હેલીના રાજાની સરખામણી જેવી લાગે છે. અહીં લેખકે એટલું તે વિચારવું જ હતું કે શ્રી ઋષભદેવ ભગવાને તે જગતમાં ધર્મ, વ્યવહાર અને નીતિના સૂત્રે સ્થાપ્યાં હતાં ત્યારે તમારા માનેલા ભગવાન ભિખુજીએ દયા, દાન અને મૂર્તિપૂજાને વિરોધ કર્યો હતે. લેખક એમને ધર્મ પ્રવત્તક લખે છે કે શું તેમના પહેલાં ધર્મ ન હતો? સાચું કહો તે ધર્મ હતે પણ અધર્મ પ્રવર્તાવનારની ખામી હતી જે તમારા માનેલા પરમેશ્વર ભિખુજીએ પુરી પાડી. હે લેખક મહાશય ! જરૂરજ આપ હૃદયના નિર્મળ જણુઓ છે આપે ભગવતિ સૂત્રને ૨૦ મા શતકને ૮મે ઉદ્દેશ વચ્ચે હોય એમ લાગતું નથી. જરૂર તે વાંચવાની દરેક ધર્મને જીજ્ઞાસા થશે. ભિખુ ચરિત્રના લેખક તે જરૂરજ એ વાંચશે અને જે કંઈ સત્ય મળે તે ગ્રહણ કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com