________________
_
_
(૪)
_
_
_
ઘડાને સાચવીને રાખવાનો છે. જ્યારે સમુદાયને માટે એક
સ્થાપનાનો ઘડો જુદો રાખવો. તેની સમીપે બની શકે તો સોળે દિવસ ઘીનો અખંડ દીવો રાખવો અને ઘડાની આગળ સાથીઓ કરી શ્રી કલ્પસૂત્ર પધરાવવું.
દરરોજની સામાન્ય વિધિ (૧) સોળ દિવસ સવાર સાંજ પ્રતિક્રમણ અને પડિલેહણ કરવાં. (૨) સોળ દિવસ ભૂમિ પર સંથારો કરવો, બ્રહ્મચર્યનું પાલન,
ત્રિકાળ દેવપૂજા, જ્ઞાનપૂજન, ગુરુવંદન પચ્ચકખાણ
વ્યાખ્યાન-શ્રવણ વગેરે અવશ્ય કરવું. (૩) દરરોજ સવારે, બપોરે, સાંજે દેવવંદન કરવું. વિધિ મુજબ
પચ્ચકખાણ પારવું, એકાસણું કર્યા પછી જગચિંતામણિનું ચૈત્યવંદન જયવીયરાય સુધી કરવું. રાતે સૂતા પહેલા સંથારા
પોરસી ભણાવવી. (૪) દરરોજ વીસ લોગસ્સનો કાઉસગ્ગ કરવો તથા વીસ
ખમાસમણા, અને “» હીં નમો નાણસ્સ' પદની ૨૦
નવકારવાળી ગણવી અને વીસ સાથિયા કરવા. (૫) દરરોજ રૂપાનાણાથી જ્ઞાનપૂજન કરવું. છેવટે પહેલા અને
છેલ્લા દિવસે અવશ્ય શકિત મુજબ વધુ દ્રવ્યથી જ્ઞાનપૂજન
કરવું જોઈએ. (૭) દરરોજ ક્રિયા કર્યા બાદ એક પસલી (ચોખા, બદામ, પૈસા
વગેરેની) પોતાના અને સંઘના ઘડામાં નાંખવી. છેલ્લે દિવસે
ઘડો ભરાઈ જવો જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com