________________
(૩)
—
—
—
—
—–
અક્ષયનિધિ તપની વિધિ
તપની શરૂઆત આ તપની શરૂઆત એવી રીતે કરવાની હોય છે કે, ભાદરવા સુદ-૪ સંવત્સરીના દિવસે, આ તપના સોળ દિવસ પૂરા થવા જોઈએ. એટલે પ્રાયઃ શ્રાવણ વદ ૪ના દિવસથી આ તપ શરૂ કરવો જોઈએ. વચમાં કોઈ બે તિથિ આવતી હોય તો શ્રાવણ વદ ૫ થી, ક્ષય હોય તો વદ ૩ થી શરૂ કરવો જોઈએ. આ તપમાં પંદર એકાસણા અને સંવત્સરીના દિવસે ઉપવાસ કરવો જોઈએ. શ્રાવક-શ્રાવિકા વર્ગને ખાસ કરણીય છે. પ્રવેશ કર્યા પછી બનતી શક્તિએ ચાર વરસ (૬૪ દિવસ સુધી) અક્ષયનિધિ તપની આરાધના કરવી જોઈએ.
ઘટે સંસ્થાપ્ય દેવાગ્રે, ગન્ધપુષ્પાદિપૂજિતમ્
તપો વિધિયતે પક્ષે, તદક્ષયનિધિ સ્કુટમ્ | અર્થ: દેવ પાસે ગંધ, ફુલ વગેરેથી પૂજેલા ઘડાને સ્થાપીને, એક પક્ષ (સંવત્સરી સાથે ૧૬ દિવસ) સુધી જે તપ કરાય, તેનું નામ અક્ષયનિધિ.
પ્રવેશના દિવસની વિધિ સોનાનો, ચાંદીનો, કે કોઈ પણ ઉત્તમ ધાતુનો ઘડો (સ્ટીલ આદિ હીનધાતુનો નહિ), અથવા શક્તિ ન હોય તો માટીનો રંગબેરંગી ઘડો, જ્યાં દરરોજ ક્રિયા કરવાની હોય તે સ્થાને ડાંગરની ઢગલી કરી, તે ઉપર સ્થાપવો. ઘડાની ઉપર નાળિયેર મૂકી લીલા કે પીળા રેશમી વસ્ત્ર વડે કુંભને બાંધી રાખવો, સોળે દિવસ સુધી આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com