________________
(૨) કેવળ જ્ઞાનની ઉત્પત્તિ વખતે અને નિર્વાણ વખતે સઘળા, તીર્થંકર ભગવંતો તપમાં જ હતા, હોય છે અને હશે. તપ એ નિકાચિત કર્મોનો ક્ષણવારમાં નાશ કરી નાખે છે, કમની નિર્જરાનું અભેદ્ય સાધન તપ છે.
જિન શાસનમાં તપ તો ઘણા પ્રકારના છે જેવા કે નવપદની ઓળી, વર્ધમાન તપ, વીસ સ્થાનક તપ, જ્ઞાનપંચમી, એકાદશી, રોહિણી, અક્ષયનિધિ, નવકારમંત્ર, નવનિધાન વગેરે. બાહ્ય તપ છ પ્રકારે અને અત્યંતર તપ છ પ્રકારે છે. શક્તિ મુજબ તપ ધર્મની આરાધના કરવી જોઈએ.
અક્ષયનિધિ તપ' (પાંચ પ્રકારના જ્ઞાનમાં) મૃતજ્ઞાનની આરાધના નિમિત્તેનો તપ છે. શ્રુતજ્ઞાન એ પોતાને અને પરને બોધ-પ્રકાશ આપનારું છે. જ્યારે મતિ આદિ બીજા જ્ઞાનો પોતાને જ બોધ કરનારા છે. આથી શ્રુતજ્ઞાનની શાસ્ત્રોમાં ઘણી મહત્તા વર્ણવી છે. શ્રુતજ્ઞાનની આરાધના માટે અક્ષયનિધિ તપ પરમ આલંબનરૂપ છે. આત્માને લાગેલા ચીકણા કમોંને ખપાવી આત્માના મૂળ ગુણ-કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રગટ કરે છે. તપ એ અણાહારિપણું પામવા માટેનો અભ્યાસ છે.
તપ વગેરે ધર્મથી જ્યાં સુધી મોક્ષસુખ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી ઉત્તમ પ્રકારના મનુષ્યભવો અને દેવભવોમાં ઉત્પન્ન થાય છે.
માના દિવસે એ ગામ યોગ્યે જગાએ ત્રિગધ્રમાં
પ્રભુજી પધ-વચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com