________________
|| ૐ નમ: || | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ |
સુથવિધિસહતિ શ્રી અક્ષયવિધિ કપીવિધાળ.
વિભાગ ૧ લો અક્ષર્યાનધિ તપની મહત્તા શ્રી જિનેશ્વર ભગવંતોએ ભવ્ય જીવોના ઉપકાર માટે અનેકાનેક માગો બતાવ્યા છે. સઘળાય માગનો જે બારીકાઈથી વિચાર કરવામાં આવે તો તે દાન, શીલ, તપ અને ભાવમાં સમાવેશ થાય છે. આથી દાનધર્મ, શીલધર્મ, તપધર્મ અને ભાવધર્મ આ ચાર ધર્મ મુખ્ય છે. કોઈ વખત દાનની મુખ્યતા, તો કોઈ વખત તપની મુખ્યતા, એક ધર્મમાં પણ ચારે ધર્મની આરાધના થઈ જાય છે. જેમકે તપધર્મમાં આત્મા જોડાય ત્યારે તપધર્મ તો થયો; સાથે જેટલા દિવસ તપ કરે તેટલા દિવસ બ્રહ્મચર્ય પાળે એટલે શીલધર્મ, તથા પ્રભુપૂજા, ગુરુભક્તિ, સાધર્મિક ભક્તિ, અનુકંપાદિ દાન વડે દાનધર્મ અને ઉત્તમ ક્રિયાઓમાં ભાવ ઉલ્લાસની વૃદ્ધિ થવાથી ભાવ ધર્મની આરાધના થાય છે. તપની મહત્તા એટલી બધી છે કે ખુદ તીર્થકર ભગવંતો પોતે તેજ ભવમાં પોતાનું નિર્વાણ જાણવા છતાં તીવ્ર તપને આચરે છે. દીક્ષા ગ્રહણ કરતાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com