________________
(૪)
શ્રી સંઘ સાથે પોત-પોતાના ગૃહાંગણે પધારવા ભિન્ન-ભિન્ન ભાવિકો તરફથી વિનંતી થતાં તેનો લાભ શેઠશ્રી રમણલાલ શિવલાલ પરિવારને મળતા સકલ શ્રી સંઘ સાથે પૂજ્ય આચાર્ય ભગવંતાદિ સહુ તેઓના ગૃહાંગણે ‘‘ઋષિકા એપાર્ટમેન્ટ''માં પધાર્યાં અને મંગલાચરણ આદિ બાદ વ્યાખ્યાન દરમ્યાન પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાની પાવનપ્રેરણાથી અક્ષયનિધિ તપોવિધાન પુસ્તિકા અંગે વાતચીત થતા હાજર રહેલ શ્રી સંઘમાંથી ૩૨૦૦ જેવી નકલો નોંધાઈ અને ત્યારબાદ પણ શ્રી સંઘમાં થોડી નકલો નોંધાઈ. બાદ ૫૦૦૦ નકલમાં ખૂટતી લગભગ ૧૬૦૦-૧૭૦ જેવી તમામ નકલોનો લાભ સુપૌત્ર પર્વ બિન્દુકુમાર અને સુપૌત્ર હર્ષ કેતનકુમારની વર્ષગાંઠ નિમિત્તે શેઠશ્રી રમેશચન્દ્ર ઠાકરશી શાહ અને શ્રીમતી જસુમતીબેન રમેશચંદ્ર તરફથી લેવામાં આવેલ છે.
આ રીતે આઠમી આવૃત્તિના પુનઃમુદ્રણના પ્રેરક તે આચાર્ય ભગવંતશ્રી તથા અનેકાનેક દ્રવ્ય સહાયકો અને બાકી ખૂટતી તમામ નકલોનો લાભ લેનાર તે ભાગ્યશાળી આદિનો આ પ્રસંગે ઉપકાર શે ભૂલાય ? અને તે તમામની સહાય આદિ દ્વારા આ આઠમી આવૃત્તિ પ્રકાશિત થઈ છે.
સં. ૨૦૫૨, જેઠ સુદ ૧
પ્રકારાક પ્રાપ્તિસ્થાન ચીનુભાઈ શાંતિલાલ દોશી ૨૧૯/૨, કુવાવાળો ખાંચો, દોશીવાડાની પોળ, કાલુપુર,
અમદાવાદ-૩૮૦૦૦૧.
-
मुद्र રામકૃષ્ણ કૉમ્પ્યુટર્સ ૨૧, પુરુષોત્તમનગર,
નવા વાડજ, અમદાવાદ-૧૩.
ફોન : ૭૪૧૫૭૫૦
અનુક્રમણિકા છેલ્લા પેજ ઉપર
પ્રકાશક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com