________________
(૫) વિશેષ વિધિ
તપના છેલ્લા દિવસે કુંભની સમીપે રાત્રિ જાગરણ કરવું. પૂજા પ્રભાવના વગેરે શાસન પ્રભાવના આદિ કાર્યો ઉલ્લાસથી વિધિપૂર્વક કરવાં જોઈએ. આવા વ્રત, અનુષ્ઠાનોની આરાધનામાં જેમ બને તેમ શક્તિ મુજબ સારા આડંબરો રાખીને સુંદર ધર્મની પ્રભાવના કરવી જોઈએ.
પારણાના દિવસે (ભાદરવા સુદ પાંચમના દિવસે) આ તપના ઉજમણા રૂપે વરઘોડો ચઢાવવો જોઇએ. વરઘોડાની શોભાને માટે શક્તિ મુજબ પ્રયત્નો કરવા જોઈએ. સાજન, બેન્ડ, પાલખી, રથ વગેરે સામગ્ર રાખવી જોઇએ.
-
વરઘોડામાં પોતપોતાના વ્રતના ઘડાને પુષ્પની માળા પહેરાવી શણગારી, સૌભાગ્યવતી સ્ત્રીને માથે રાખવો.
વરધોડાના દિવસે સૌએ પોતપોતાની શક્તિ મુજબ, ફળ, નૈવેદ્ય, પકવાનનો થાળ, પણ સૌભાગ્યવતી સ્ત્રીને માથે રાખવો. વરઘોડો, દહેરાસરે આવે, એટલે કુંભવાળી સ્ત્રીઓએ ત્રણ પ્રદક્ષિણા કરી પ્રભુ પાસે કુંભ મૂક્યો. નૈવેદ્ય, ફળ વગેરેના થાળ પણ પ્રભુ પાસે લઈ જઈ ત્યાં પધરાવી ગુરુ પૂજન અને જ્ઞાન પૂજન દ્રવ્ય મૂકીને કરવું.
ચૈત્યવંદન, પૂજા, દુહા, કાઉસ્સગ્ગ, આદિની વિધિ ચૈત્યવંદનની વિધિ
ઇચ્છામિ ખમાસમણો વંદિઉં, જાવણિાએ નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ - કહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com