________________
(૫૯)
શ્રી આદિનાથ-પ્રભુની સ્તુતિ પ્રહ ઊઠી વંદું-ઋષભદેવ ગુણવંત, પ્રભુ બેઠા સોહે, સમવસરણ ભગવંત; ત્રણ છત્ર વિરાજે, ચામર ઢાળે ઈન્દ્ર, જિનના ગુણ ગાવે, સુર નર નારીના વૃંદ 11TI બાર પર્ષદા બેસે, ઈન્દ્ર ઈંદ્રાણી રાય, નવ કમળ રચે સુર, તિહાં ઠવતાં પ્રભુ પાય; દેવ દુંદુભિ વાજેકુસુમવૃષ્ટિ બહુહુત, એવા જિન ચોવીશે, પૂજો એકણ ચિત્ત રા. જિન જન ભૂમિ, વાણીનો વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર; સો આગમ સુણતાં, છેદી જે ગતિ ચાર, જિનવચન વખાણી, લીજે ભવનો પાર Ila જક્ષ ગોમુખ ગિરવો, જિનની ભક્તિ કરેવ, તિહાં દેવી ચકેસરી, વિઘન કોડી હરેવ; શ્રી તપગચ્છ નાયક, વિજયસેનસૂરિરાય, તમ કેરો શ્રાવક, ઋષભદાસ ગુણ ગાય ૪
શ્રી નેમિનાથાય સ્વામીની સ્તુતિ રાજુલ વરનારી, રૂપથી રતિહારી, તેહના પરીવારી, બાલથી બ્રહ્મચારી, પશુઆં ઉગારી, હુઆ ચારિત્રધારી, કેવલસિરિ સારી, પામીયા ઘાતી વારી IIના ત્રણ જ્ઞાન સંયુતા, માતની કૂખે હુંતા, જનમે પુરતા, આવી સેવા કરતા; અનુક્રમે વ્રત લહતા, પંચ સમિતિ ધરંતા; મહીયલ વિચરંતા, કેવલ શ્રી વરંતા રા સવિ સુરવર આવે, ભાવના ચિત્ત લાવે, ત્રિગડું સોહાવે, દેવછંદો બનાવે; સિહાસન ઠાવે, સ્વામીના ગુણ ગાવે; તિહાં જિનવર આવે, તત્ત્વ વાણી સુણાવે liા શાસન સુરી સારી-અંબિકા નામ ધારી, જે સમકિતિ નર નારી, પાપ સંતાપ વારી; પ્રભુ સેવા કારી, જાપ જપીએ સવારી, સંઘ દુરિત નિવારી, પદ્મને જેહ પ્યારી ઝા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com