________________
(૫૮)
શ્રી મહાવીસ્વામીનું સ્તવન
ગિરૂ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, મ્હારી નિર્મલ થાયે કાયા રે. ગિ∞ II|| તુમ ગુણ ગણ ગંગાજળે, હું ઝીલીને નિર્મલ થાઉં રે; અવર ન ધંધો આદર્; નિશદિન તોરા ગુણ ગાઉં રે ગિ॰ ।।૨।। ઝીલ્યા જે ગંગાજલે, તે છિલ્લર જલ નવિ પેસે રે; જે માલતી ફુલે મોહીયા, તે બાવળ જઈ નવિ બેસે રે. ગિ ।।૩। એમ અમે તુમ ગુણ ગોઠણું, રંગે રાચ્યા ને વળી માચ્યા રે; તે કેમ પર સુર આદરે, જે પરનારી વશ રાચ્યાં રે. ગિ૦ ॥૪॥ તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે, વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે. ગિ૦ પા
સિદ્ધારથના રે નંદન વિનવું, વિનતડી અવધાર; ભવ મંડપમાં રે નાટક નાચિયો, હવે મુજ દાન દેવડાવ ।। સિદ્ધા૦ ।।૧।। ત્રણ રતન મુજ આપો તાતજી, જેમ નાવે રે સંતાપ; દાન દિચંતા રે પ્રભુ ! કોસર કિસી ? આપો પદવી રે આપ || સિદ્ધા૦ ||૨|| ચરણ અંગૂઠે રે મેરૂ કંપાવીયો, મોડયાં સુરનાં રે માન; અષ્ટ કરમના રે ઝઘડા જીતવા, દીધાં વરસી રે દાન । સિદ્ધા૦ ।।૩।। શાસન નાયક શિવસુખ દાયક, ત્રિશલા કુખે રતન; સિદ્ઘારથનો રે વંશ દીપાવિયો, પ્રભુજી તુમે ધન્ય ધન્ય સિદ્ધા૦ ।।૪। વાચક શેખર કિર્તિવિજય ગુરૂ પામી તાસ પસાય ધર્મ તણે રસ જિન ચોવીસમાં વિનયવિજય ગુણ ગાય ।। સિદ્ધા૦ ।।પા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com