________________
—
—
—
—
—
—
—
—
—
(૧૮) - પૂરવગતવસ્તુ જિકે, પ્રાકૃત શ્રત તે નામ;
એક પ્રાકૃત જાણે મુનિ, તાસ કરું પ્રણામ...શ્રી. ૧૫ પૂર્વ લબ્ધિ પ્રભાવથી, પ્રાકૃત શ્રુતસમાસ; અધિકાર બહુલા ગ્રહે, પદ અનુસાર વિલાસ.શ્રી. ૧૬ આચારાદિક નામથી, વસ્તુ નામ શ્રત સાર; અર્થ અનેકવિધ ગ્રહે, તે પણ એક અધિકાર...શ્રી. ૧૭ દુગસય પણવીસ વસ્તુ છે, ચૌદ પૂર્વનો સાર; જાણે તેહને વંદના, એક શ્વાસે સો વાર...શ્રી. ૧૮ ઉત્પાદાદિ જે પૂર્વ છે, સૂત્ર અર્થ એક સાર; વિદ્યામંત્ર તણો કહ્યો, પૂર્વશ્રુતભંડાર...શ્રી. ૧૯ બિંદુસાર લગે ભણે, તેહિજ પૂર્વ સમાસ;
શ્રી શુભવીરને શાસને, હોજ્યો જ્ઞાન પ્રકાશ...શ્રીર૦ (આ રીતે વીસ ખમાસમણાં દીધા બાદ નિર્મલ ચોખાની બે હાથે પસલી ભરીને તેમાં રૂપા નાણું કે પૈસા અને બદામ કે સોપારી લઈને ઊભા રહેવું.)
બોધાગાધ સુપદપદવિ-નીરપુરાભિરામ, જવા હિંસા વિરલ લહરી સંગમાં ગાહદેહું; ચૂલાવેલ ગુરુગમ મણિ, સંકુલ દૂરપાર, સાર વીરાગગજલનિધિં સાદર સાધુ સેવે.” (સ્તુતિ કહી નીચેનો દુહો બોલવો.)
(દુહો) જ્ઞાન સમો કોઈ ધન નહીં, સમતા સમુ નહિ સુખ; જીવિત સમી આશા નહિ, લોભ સમું નહિ દુઃખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com