SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) કોડિ એકાવન અડલખા; અડસય એકાશી હજાર; ચાલીસ અક્ષર પદતણાં, કહે અનુયોગ દુવાર...શ્રી૦ ૪ અર્થાન્તે ઈંહાં પદ કહ્યું, જિહાં અધિકાર ઠરાય; તે પદ શ્રુતને પ્રણમતાં, જ્ઞાનાવરણીય હઠાય...શ્રી ૫ અઢાર હજાર પદે કરી, અંગ પ્રથમ સુવિલાસ; દુગુણા શ્રુત બહુ પદ ગ્રહે, તે પદ શ્રુતસમાસ...શ્રી ૬ પિંડપ્રકૃતિમાં એક પદે, જાણે બહુ અવદાત; ક્ષયોપશમની વિચિત્રતા, તેહ જ શ્રુતસંઘાત...શ્રી ૭ પંચોતેર ભેદે કરી, સ્થિતિબંધાદિ વિલાસ; કમ્મપયડી પયડી ગ્રહે, શ્રુતસંઘાતસમાસ...શ્રી૦ ૮ ‘ગત્યાદિક જે માર્ગણા, જાણે તેહમાં એક; વિવરણ ગુણઠાણાદિકે, તસ પ્રતિપત્તિ વિવેક...શ્રી ૯ જે બાસદ્ધિ માર્ગણ પદે, લેશ્યા આદિ નિવાસ; સંગ્રહતરતમ યોગથી, તે પ્રતિપત્તિ સમાસ...શ્રી ૧૦ સંતપદાદિક દ્વારમાં, જે જાણે શિવલોગ; એક દોય દ્વારે કરી, શ્રદ્ધા શ્રુત અનુયોગ...શ્રી ૧૧ વળી સંતાદિક નવપદે, તિહાં માર્ગણા ભાસ; સિદ્ધતણી સ્તવના કરે, શ્રુત અનુયોગસમાસ...શ્રી ૧૨ પ્રાકૃત પ્રાકૃત શ્રુત નમું, પૂરવના અધિકાર; બુદ્ધિ પ્રબલ પ્રભાવથી, જાણે એક અધિકાર...શ્રી૦ ૧૩ પ્રાકૃત પ્રાકૃત શ્રુત સમા, સાભિધ લબ્ધિ વિશેષ; બહુ અધિકાર ઇસ્યા ગ્રહે, ક્ષીરાશ્રવ ઉપદેશ...શ્રી૦ ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035281
Book TitleSutra Vidhi Sahit Akshay Nidhi Tapovidhan
Original Sutra AuthorN/A
AuthorVijaynityanandsuri,
PublisherChinubhai Shantilal Doshi
Publication Year1996
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy